નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને પકડનારા પાકિસ્તાની કમાન્ડોનું નિયંત્રણ રેખા પર ભારતીય સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મોત થયું છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બાલાકોટમાં હુમલા પછી પાકિસ્તાની વિમાનનો પીછો કરતા સમયે અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં તુટી પડ્યું હતું. ત્યાર પછી ત્યાં તેની ધપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત સમાચાર અનુસાર, પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના એક સુબેદાર અહેમદ ખાનને ભારતીય સેનાએ નિયંત્રણ રેખાના નાકિયલા સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ એ સમયે ઠાર માર્યો હતો, જ્યારે તે ભારતમાં ઘુસણખોરોને પ્રવેશ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 27 ફેબ્રુઆરીના રોજ અભિનંદનને પકડી લેવાની જે તસવીરો પાકિસ્તાને બહાર પાડી હતી, તેમાં દાઢીવાળા સૈનિક ખાનને ભારતીય પાઈલટની પાછળ ઉભેલો જોઈ શકાય છે. 


નિષ્ફળ પાકિસ્તાનું નવું પગલું: કાશ્મીર મુદ્દાને ICJમાં લઈ જશે ઈમરાન ખાન સરકાર 


ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો અને ત્યાં રહેલા આતંકવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. તેના બીજા જ દિવસે અભિનંદન એ સમયે પકડાઈ ગયો હતો જ્યારે તેનું મિગ-21 વિમાન પાકિસ્તાની વિમાનનો પીછો કરતા સમયે ક્રેશ થઈ ગયું હતું. 


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુબેદાર અહેમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાં ઘુસણખોરી કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પણ ભારતીય સીમાં પ્રવેશ કરવામાં અહેમદ ખાન મદદ કરતો હતો. 


ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ બાલાકોટ હુમલા પછી શૌર્ય દેખાડનારા અભિનંદન વર્થમાનને યુદ્ધ ક્ષેત્રમાં વીરતાનું પ્રદર્શન કરવા માટે અપાતું 'વીર ચક્ર' સન્માન એનાયત કરાયું હતું. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...