Bullet Train Project:  જો તમે પણ મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરો છો. તો આ સમાચાર ખુશ કરી દેશે. મુંબઇ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ રૂટ પર બુલેટ ટ્રેનનું સંચાલન 2026 માં શરૂ થવાની આશા છે. આ સાથે જ દેશમાં વધુ એક રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે. હવે દિલ્હીથી અમદાવાદના રૂટ પર પણ બુલેટ ટ્રેન સેવા મળવાની છે. આ તેને ગુજરાતનો બીજો હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ બનાવી દેશે. આ ઉંચા કોરિડોર પર 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને બંને શહેરોના વચ્ચેના અંતરને કવર કરવાવાળા 12 કલાકના સમયને ઘટાડીને ફક્ત 3.5 કલાક કરી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર


રેલવે દ્વારા આપવામાં આવેલા અંતિમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પ્રસ્તાવિત ટ્રેન હિંમતનગર, ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર સ્ટેશનોને આવરી લેશે. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં એક-એક બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન દેશમાં કનેક્ટિવિટી વધારવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત છ નવા હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો એક ભાગ છે.


સ્ટોરરૂમમાં સંતાઇને બચાવ્યો જીવ, ભારતીય મૂળના દંપતિએ સંભળાવી ખૌફનાક કહાની
આજે મહાઅષ્ટમી પર સર્જાશે ઘણા શુભ યોગ, આ 5 રાશિઓનું અમીર બનવું ફાઇનલ


પ્રોજેક્ટમાં તેજી લાવવા માટે એરિયલ સર્વે કરવામાં આવ્યો 
સપ્ટેમ્બર 2020 માં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન  (NHSRC) એ રેલવે લાઇનની અંતિમ ડિઝાઇન માટે બિડ પ્રોસેસ શરૂ કર્યું. તેમાં એરિયલ  LiDAR સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એરિયલ સર્વેમાં પ્રોજેક્ટમાં તેજી લાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. હવે પ્રોજેક્ટ અંતિમ એપ્રૂવલ મળવાની આશા છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે અમદાવાદ અને દિલ્હી વચ્ચે લગભગ 900 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બંને શહેરો વચ્ચેની યાત્રાનો સમય નવ કલક સુધી ઓછો કરી દેશે. 


WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર
કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?


સંપાદન લાગે છે સૌથી વધુ સમય
રેલવે દ્વારા ટ્રેકને હાલના રેલવે નેટવર્કની સાથે તૈયાર કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે જમીન સંપાદનનું કામ ઓછું થાય તે માટે આ માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો. આટલા મોટા પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે જમીન સંપાદનમાં સૌથી વધુ સમય લાગે છે. આમાં વ્યક્તિને અનેક પ્રકારના કેસનો સામનો પણ કરવો પડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ, ટ્રેન સેવા સાબરમતી સ્ટેશનથી શરૂ થશે, જ્યાં તમામ પ્રકારના રૂટ મળે છે.


Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં


રસ્તામાં અમદાવાદ અને દિલ્હી સ્ટેશન ઉપરાંત નવ મોટા સ્ટેશન હશે. ટ્રેનની ગતિ 350 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની આશા છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક સિલેક્ટેડ સ્ટેશનો પર અટકશે અને પછી દિલ્હી પહોંચશે. આમ તો અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન સેવા જુલાઇ 2026 સુધી શરૂ થવાની આશા છે. 


OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
કંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાની