Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ

Citroen C3 Aircross: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) પોતાના સેગમેંટની એકમાત્ર SUV છે. જે 7 સીટર ઓપ્શન સાથે આવે છે. 

Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ

Citroen C3 Aircross Pros & Cons: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) એક સી-સેગમેંટની એસયૂવી છે, જેનો બજારમાં હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ અને મારૂતિ સુઝુકી ગ્રેડ વિટારા જેવી એસયૂવી સાથે મુલાકાત થાય છે. ચાલો, ચાલો સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) ના 5 પોઝિટિવ અને 2 નેગેટિવ્સ વિશે જણાવીએ. 

સિટ્રોએન સી3 એરક્રોસના 5 પોઝિટિવ
1 પંચી ટર્બો પેટ્રોલ એન્જીન: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) નું 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન પોતાના રાઇવલ્સના નાના લીટર ટર્બોચાર્ઝ્ડ અને 1.5 લીટર નોર્મલ પેટ્રોલ એન્જીનની તુલનામાં સારું પરર્ફોમન્સ આપે છે. આ 1.2 લીટર એન્જીન 110 પાવર અને 205 એનએમ સુધી ટોર્ક જનરેટ કરે છે. આ આથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન અને 6 સ્પીડ ટોર્ક કનવર્ટર ઓટોમેટિક ટ્રાંસમિશનનો ઓપ્શન છે. 

આ એન્જીન રેવ રેંજમાં ખૂબ સ્મૂથ અને રિફાઇંડ અનુભવ થાય છે. થ્રોટલ રિસ્પોન્સ ખૂબ સારો છે. પરંતુ જ્યારે તમે અચાનકથી હાર્ડ એક્સીલરેટ કરે છે તો થોડું ટર્બો લેગ ફીલ થાય છે. જોકે રેવને 2,500 rpm થી ઉપર રાખો છો તો 6,200 rpm રેવ લિમિટ સુધી સારી પિકઅપ મળે છે. 

2- ગુડ રાઇડ કંફર્ટ- સીટ્રોએનની ગાડીઓ હંમેશાથી સારી રાઇડ કંફર્ટ માટે ફેમસ છે. સી3 એરક્રોસ પણ આ મામલે પાછળ નથી. તેમાં કંપનીનું 'એડવાન્સ કમ્ફર્ટ એક્ટિવ સસ્પેંશન' છે, જે ઘાટા અને ઝટકામાં આરામદાયક રાઇડમાં મદદ કરે છે. ગાડીની હેડલિંગ પણ સારી છે. તેના ચલાવતી વખતે તમને વધુ સમય કોન્ફિડેંટ ફીલ થાય છે. કુલ મળીને તેનું સસ્પેંશન સારી રાઇડ ક્વોલિટી અને હેડલિંગનો શાનદાર કોમ્બો છે. 

3- 200mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) ની ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે, જે હ્યુન્ડાઇ ક્રેટા અને કિઆ સેલ્ટોસ જેવી પોપુલર એસયૂવીથી ઘણી સારી છે, જેની ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm છે. જોકે આ કેટેગરીમાં હોન્ડા એલેવેટ 220mm ની ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે. જોકે 200mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ સારી છે અને તમે આ SUV ને થોડા ખરાબ અને તૂટેલા રસ્તા પર પણ લઇ જઇ શકો છો. 

4- 7- સીટર ઓપ્શન: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) આ સેગમેંટની એકમાત્ર SUV છે, જે 7 સીટર ઓપ્શન સાથે આવે છે. તેની ત્રીજી રો વાળી સીટોને નિકાળી પણ શકાય છે. જે ફેમિલી માટે ખૂબ પ્રેક્ટિકલ છે. સાથે કેબિન સ્પેસ સારી રીતે મેનેજ કરવામાં આવી છે અને મોટી સ્ટોરેજ સ્પેસ છે. 

5- વ્યાજબી: સિટ્રોએન સી3 એરક્રોસ (Citroen C3 Aircross) ની શરૂઆતી કિંમત 9.99 લાખ રૂપિયા છે અને ટોપ મોડલની કિંમત 14.5 લાખ રૂપિયા સુધી જાય છે. તે તેના હરીફની તુલનામાં વ્યાજબી છે. આ સાથે તે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો સાથે 10.2-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એપલ કારપ્લે કનેક્ટિવિટી અને 7-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે જેવી ઘણી સારી સુવિધાઓ પણ આપે છે.

સિટ્રોએન સી3 એરક્રોસના 3 નેગેટિવ

1- ઘણા ફીચર્સની ખોટ: તેમાં સાઇડ અને કર્ટેન એરબેગ, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, સનરૂફ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, ક્રુઝ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ, ઓટો અને એલઈડી હેડલેમ્પ્સ અને ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ જેવી ઘણી સુવિધાઓ ખૂટે છે. 4 સ્પીકર + 2 ટ્વિટર સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ જ બેસિક લાગે છે.

2- મેટેરિયલ ક્વોલિટી: કેબિનમાં ઘણી જગ્યાએ મટેરિયલ ક્વોલિટી બસ કામ ચલાઉ લાગે છે. ઘણી જગ્યાએ મટેરિયલ ક્વોલિટી જોઇને કોસ્ટ કટિંગ સ્પષ્ટ જોવા મળે છે. જેમ સેન્ટર કંસોલ અને ડોર પર ઉપયોગ કરવામાં આવેલ પ્લાસ્ટિક. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news