ભારત અને ચીન સેના વચ્ચે જારી તણાવ પર વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ નિવેદન
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય સૈનિક સરહદ ક્ષેત્રથી સારી રીતે પરિચિત છે. ચીની સૈનિકોએ ભારતીય દળ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગમાં વિઘ્ન પાડ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય અને ચીની સેના વચ્ચે લદ્દાખ ક્ષેત્ર (Ladakh)માં તણાવને લઈને વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)એ કહ્યું કે, ભારતીય સૈનિક સરહદ ક્ષેત્રથી સારી રીતે પરિચિત છે, ચીની સૈનિકોએ ભારતીય ટુકડી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં વિઘ્ન પાડ્યું છે. ભારતીય સૈનિક ભારતની સરહદની અંદર ગતિવિધિઓ કરી રહ્યાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, બંન્ને પક્ષ વાતચીત કરી રહ્યાં છે, અમે ચીનની સાથે લાગેલી સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
નેપાળ દ્વારા જારી વિવાદિત નક્શા પર શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપતા કહ્યુ, 'નેપાળની સાથે સરહદ સાથે જોડાયેલા તમામ મામલાનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવશે. અમને આશા છે કે નેપાળનું રાજકીય નેતૃત્વ વાતચીત માટે સકારાત્મક માહોલ ઉભો કરશે.' ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે આગામી પગલાં માટે યૂકેના સંપર્કમાં છે.
અમેરિકાએ અલ કાયદાના મોટા આતંકવાદી ઇબ્રાહિમ ઝુબૈરને ભારતને સોંપ્યો, અમૃતસર લવાયો
ચીને લદ્દાખ સરહદ પર વધારી ગિતિવિધિ
આ વચ્ચે તેવા સમાચાર આવી રહ્યાં છે કે ચીને લદ્દાખ સરહદ પર પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ચીને પૌંગોશ શો ઝીલ (Pangong Tso lake)ની પાસે વધુ બોટ ઉતારી દીધી છે. આ સાથે ચીને પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. ચીને પેઇચિંગ લદ્દાખમાં ભારતના નિર્માણ કાર્યોને પણ રોકવાનો પ્રયત્ન કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ચીની હેલિકોપ્ટરો વિવાદિત સરહદ અને સિક્કિમમાં સૈનિકો વચ્ચે ટકરાવ વાળા વિસ્તારમાં જોવા મળ્યા હતા. ચીન બીજિંગ સાથે લાગેલી સરહદ પર વધુ આક્રમક થઈ રહ્યું છે. જાણકારી પ્રમાણે ભારતીય સેના તરફથી પણ સરહદ પર આક્રમક રીતે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube