દેશમાં કોરોનાથી મૃતકોનો આંકડો એક લાખને પાર, 24 કલાક નોંધાયા આટલા હજાર કેસ
કોરોના (CoronaVirus) નો કહેર યથાવત છે. દેશમાં કોરોના મહામારી લીધે મૃતકોનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોનાના 79,476 ના કેસ નોંધાયા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,73,544 થઇ ગઇ છે.
નવી દિલ્હી: કોરોના (CoronaVirus) નો કહેર યથાવત છે. દેશમાં કોરોના મહામારી લીધે મૃતકોનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોનાના 79,476 ના કેસ નોંધાયા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,73,544 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 1069 દર્દીઓના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી કુલ 1,00,842 લોકો મહામારીની ચપેટ આવીને પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના મહામારીથી પ્રથમ મોત 13 માર્ચના રોજ થયું હતું. ત્યારબાદ લગભગ 204 દિવસમાં મોતનો આંકડો એક લાખ પર પહોંચી ગયો છે. કોરોનાથી મોતના મામલે ભારતથી આગળ બે જ દેશ છે. અમેરિકા (United States)માં જ્યાં 2.12 લાખ લોકોના મોત થયા છે, તો બીજી તરફ બ્રાજીલમાં આ સંખ્યા 1.44 લાખ થી વધુ છે.
ઘટી રહ્યો છે મૃત્યું દર
કોરોનાના કુલ કેસમાંથી 9,44,996 કેસ હજુ સક્રિય છે, જ્યારે 54,27,706 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare)ના આંકડા અનુસાર રિકવરી રેટ 83.84 ટકા ઉચ્ચ સ્તર પર છે અને મૃત્યું દર ઘટીને 1.56 ટકા પર આવી ગયો છે.
મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત
કોરોનાએ સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં વર્તાવ્યો છે. અહીં મહામારીના કુલ 14,16,513 કેસ નોંધાયા છે અને 37,480 લોકોના મોત થયા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો નંબર આવે છે. તો બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા અનુસાર ભારતમાં શુક્રવારે જ એક દિવસમાં 11,32,675 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે જ કુલ સેમ્પલ તપાસની સંખ્યા વધીને 7,78,50,403 પહોંચી ગઇ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube