નવી દિલ્હી: કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં તો કોરોના એ હદે વકરી રહ્યો છે કે દુનિયાભરમાં અમેરિકા પછી સૌથી વધુ સંક્રમિતો ધરાવતો બીજો દેશ બની ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 90,633 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1065 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 41,13,812 પર પહોંચ્યો છે. જેમાંથી 8,62,320 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 31,80,866 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,626 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ


દુનિયામાં કોરોનાના કુલ કેસ મામલે અમેરિકા પછી ભારત બીજા નંબરે
દેશમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ સામે આવી રહ્યા છે. દરરોજ 80 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને આજે તો તમામ રેકોર્ડ તોડીને 90 હજારથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા છે. જ્યારે એક હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાની સતત વધતી જતી ગતિ સાથે ભારત હવે સંક્રમિતોની સંખ્યાના મામલે બીજા નંબર પર પહોંચી ગયું છે. ભારતે બ્રાઝિલને પછાડી દીધું છે અને તેનાથી આગળ હવે ફક્ત અમેરિકા છે. 


Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ 


દેશમાં કોરોનાના કુલ 40 થી વધુ કેસ થઇ ગયા છે તો બીજી તરફ અત્યાર સુધી 70,626થી વધુ લોકોના જીવ ગયા છે. બ્રાઝિલની વાત કરીએ તો અહીંયા સંક્રમિતોની સંખ્યા 40,91,801 છે અને 1,25, 500થી વધુ લોકોના મોત થયા છે. તો બીજી તરફ દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકા કોરોના આગળ પસ્ત થઇ ચુક્યું છે. કોરોનાના દર્દીઓના મામલે તે પહેલાં સ્થાન પર છે. અમેરિકામાં કોરોનાના 62 લાખથી વધુ કેસ છે અને 1, 88,000 થી વધુ લોકોના મોત થયા છે. 


Gucchi mushrooms: ભારતના આ શાકની છે વિદેશમાં ખુબ જ ડિમાન્ડ, ખરીદવા માટે લોન લેવી પડે!


દુનિયાભરમાં કોરોનાના કેટલા કેસ
દુનિયાભરમાં કોરોનાના કુલ 2 કરોડ 66 લાખથી વધુ કેસ થઇ ગયા છે, જ્યારે 8 લાખ 75 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. કોરોનાએ સૌથી વધુ તબાહી અમેરિકામાં મચાવી છે. ત્યારબાદ ભારતનો નંબર છે. તો બ્રાજીલ ત્રીજા અને રશિયા ચોથા નંબર પર છે. રશિયામાં કોરોનાના 10 લાખ 17 હજારથી વધુ કેસ છે અને 17 હજાર 700થી વધુ મોત થયા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube