Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટવાનું નામ જ નથી લેતો. સંક્રમિતોનો આંકડો 36 લાખને પાર ગયો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 64,469 લોકોના જીવ ગયા છે.

Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ઘટવાનું નામ જ નથી લેતો. સંક્રમિતોનો આંકડો 36 લાખને પાર ગયો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 64,469 લોકોના જીવ ગયા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr.Harsh Vardhan) આશા વ્યક્ત કરી છે કે દિવાળી (Diwali) સુધીમાં કોરોના સંક્રમણ મહદ અંશે કાબૂમાં આવી જશે. બેંગ્લુરુમાં અનંત કુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ વેબ સેમિનાર દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે, "દિવાળી સુધીમાં કોરોના વાયરસના ચેપને પ્રભાવી ઢબે કાબૂમાં કરી લેવાશે. બધા મળીને કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે."

પોતાના સંબોધનમાં તેમણે વધુમાં કહ્યું કે "વેક્સિનની ટ્રાયલ જોરશોરથી ચાલી રહી છે. ત્રણ ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે અને ચાર પ્રી-ક્લિનિકલ ટ્રાયલ થઈ રહી છે. અમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના રસી તૈયાર થઈ જશે. હવે પ્રતિદિન 5 લાખ પીપીઈ કિટનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે 10 લાખ N95 માસ્કનું ઉત્પાદન રોજ થાય છે. 25 પ્રોડ્યુસર વેન્ટિલેટરનું નિર્માણ કરી રહ્યાં છે."

તેમણે એમ પણ કહ્યું કે "દેશમાં કોરોનાના સંક્રમણનો પહેલો કેસ સામે આવતા પહેલા સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. બાદમાં પીએમ મોદીએ તેમના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ 22 વાર કોરોના સંક્રમણના હાલાત અને તેને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા માટે બેઠક યોજી ચૂકી છે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે "કોરોના સંક્રમણની તપાસ માટે ફેબ્રુઆરી સુધી દેશમાં ફક્ત એક લેબ હતી, હવે તેની સંખ્યા વધીને 1583 કરી દેવાઈ છે. જેમાંથી એક હજાર સરકારી લેબ છે. દેશમાં પ્રતિદિન 10 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે જે લક્ષ્યાંકથી ઘણો આગળ છે. હવે પીપીઈ કિટ, વેન્ટિલેટર અને N 95 માસ્કની કોઈ કમી નથી."
(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news