ગગનયાનને ડિસેમ્બર 2021 સુધીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવશે: ઈસરો
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ કે. સિવને આજે ગગનયાન મિશન અંગે જાહેરાત કરતા કહ્યું કે આ અભિયાનની તૈયારીઓ થઈ રહી છે. આ મિશન ઈસરોના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમાં બે માનવરહિત મિશન ક્રમશ ડિસેમ્બર 2020 અને જુલાઈ 20121માં મોકલવામાં આવશે. અંતરિક્ષમાં માનવયુક્ત મિશન માટે ડિસેમ્બર 2021ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બેંગ્લુરુ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ કે. સિવને આજે ગગનયાન મિશન અંગે જાહેરાત કરતા કહ્યું કે આ અભિયાનની તૈયારીઓ થઈ રહી છે. આ મિશન ઈસરોના ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમાં બે માનવરહિત મિશન ક્રમશ ડિસેમ્બર 2020 અને જુલાઈ 20121માં મોકલવામાં આવશે. અંતરિક્ષમાં માનવયુક્ત મિશન માટે ડિસેમ્બર 2021ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ સાથે તેમણે કહ્યું કે ગગનયાન અભિયાનની શરૂઆતની તૈયારીઓ ભારતમાં કરવામાં આવશે અને એડવાન્સ ટ્રેનિંગ રશિયામાં થઈ શકે છે. મહિલા અંતરિક્ષયાત્રી પણ ટીમમાં સામેલ થશે. આ કડીમાં છ રિસર્ચ કેન્દ્ર દેશભરમાં વિક્સિત કરવામાં આવશે. અમે ભારતીય વિદ્યાર્થીઓને ઈસરોમાં કામ કરવાની તક આપીશું. આવામાં તેમણે નાસા જવાની જરૂર નહીં પડે.
આ સાથે જ તેમણે કહ્યું કે ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2ને આ વર્ષ મધ્ય એપ્રિલમાં લોન્ચ કરવાની યોજના છે. ઈસરોએ આ અગાઉ કહ્યું હતું કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ આ વર્ષે જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે.
800 કરોડ રૂપિયાના ખર્ચાવાળુ આ અભિયન લગભગ 10 વર્ષ પહેલા લોન્ચ કરાયેલા ચંદ્રયાન-1ની શ્રેણી છે. સિવને અહીં પત્રકારોને જણાવ્યું કે જ્યાં સુધી ચંદ્રયાન-2ના લોન્ચની વાત છે તો તે માટે 25 માર્ચથી મધ્ય એપ્રિલનો સમય નક્કી કરાયો છે. સંભવત: આ મધ્ય એપ્રિલમાં પ્રક્ષેપિત કરવાનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું કે અંતરિક્ષ એજન્સીએ આ અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આ માટે યોજના બનાવી હતી. પરંતુ કેટલાક પરીક્ષણો નહીં થઈ શકવાના કારણે તે શક્ય ન બન્યું. ઈસરો પ્રમુખે કહ્યું કે ફેબ્રુઆરીનો લક્ષ્ય ચૂકી ગયા બાદ આગામી ઉપલબ્ધ લક્ષ્ય એપ્રિલ છે.