નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખ સાથે જોડાયેલી સરહદ પર તણાવ ઓછો થયો તો પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર એક્શન ઈચ્છે છે. ગુપ્ત એજન્સીઓએ જાણકારી આપી છે કે આતંકી જમ્મૂ અને કાશ્મીરમાં ઘુષણખોરી કરવા માટે હુમલાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું, 'ભીમબેર ગલી અને નૌશેરા સેક્ટરમાં હથિયારબંધ આતંકીઓની હાજરી છે. તેનો ઇરાદો ઘુષણખોરી કરીને હુમલો કરવાનો છે.' એજન્સી પ્રમાણે, આ ઇનપુટ્સ સુરક્ષા દળો અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ  (BSF)ની સાથે શેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફોર્સને હાઈ એલર્ટ પર રાખી નજર રાખવાના નિર્દેશ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સેના કરી રહી છે ઘુષણખોરીમાં મદદ
સુરક્ષા દળોને શંકા છે કે પાકિસ્તાની આર્મીની BAT આ આતંકીઓની મદદ કરી રહી છે. ભારત તરફથી કેટલીક આતંકીઓની મૂવમેન્ટને હાલમાં જોવા મળી છે. BATમાં આર્મી કમાન્ડો સિવાય જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોના મુઝાહિદીન હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી BATએ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. પાછલા કેટલાક મહિનામાં BATએ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાની BATએ મોહમ્મદ અસલમ નામના નાગરિકની હત્યા કરી દીધી હતી. તેની લાશ માથુ કાપેલી હાલમાં એલઓસી પાસે મળી હતી. 


ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, હોટસ્પ્રિંગથી ચીને નથી હટાવ્યા સૈનિક, ભારતના જવાન પણ તૈનાત


BSFએ પેટ્રોલિંગ વધાર્યું, રાતમાં વધારાની તૈનાતી
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી એએનઆઈને કહ્યું- પાછલા કેટલાક સપ્તાહથી આવા કોઈ ઇનપુટ નહતા પરંતુ થોડી કલાકો પહેલા આ ઇનપુટ આવ્યા છે. ફોર્સને એલર્ટ કરી દેવામાં આવી છે, ખાસ કરીને બે સેક્ટરોમાં. પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને રાત્રે એક્સ્ટ્રા ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કોઈ હરકત કરવામાં આવશે તો તેનો જવાબ આપવામાં આવશે. 


આતંકીઓ પાસેથી મળ્યા પાકિસ્તાની નોટો
પાછલા સપ્તાહે સેનાએ ગુપ્ત ઇનપુટના આધાર પર જમ્મૂ-કાશ્મીર પોલીસની સાથે એક જોઈન્ટ ઓપરેશનમાં એક આતંકીને ઠાર કર્યો હતો. તે અથડામણ રાજૌરી જિલ્લાના ભીમબેર ગલી સેક્ટરના કેરી વિસ્તારમાં એલઓસી પાસે થયો હતો. તો શનિવારે નૌગામ સેક્ટરમાં એલઓસીની પાસે ભારતીય સેનાના હાથે બે આતંકીઓ માર્યા ગયા હતા. તેની પાસેથી પાકિસ્તાની નોટો પણ મળી આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube