ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, હોટસ્પ્રિંગથી ચીને નથી હટાવ્યા સૈનિક, ભારતના જવાન પણ તૈનાત


ભારત એલએસી પર સંપૂર્ણ રીતે સક્રિય છે. ચીન સામે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની શક્તિમાં વધુ વધારો થયો છે. અમેરિકી કંપની બોઇંગે ભારતને બધા અપાચે અને શિનૂક હેલીકોપ્ટરની ડિલીવરી કરી દીધી છે. 

 ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, હોટસ્પ્રિંગથી ચીને નથી હટાવ્યા સૈનિક, ભારતના જવાન પણ તૈનાત

નવી દિલ્હીઃ ચીનની નીયત પણ તેના સામાનની જેમ નબળી છે. ન ચીનના સામાન પર વિશ્વાસ કરી શકાય ન તેના વચન પર. નવા સમાચાર છે કે લદ્દાખના એક વિસ્તારમાં બંન્ને દેશો વચ્ચે તણાય બનેલો છે. હોટસ્પ્રિંગ એરિયામાંથી ચીને પોતાના સૈનિક હટાવ્યા નથી. જવાબમાં ભારતીય સૈનિક પણ ત્યાં તૈનાત છે. 

બંન્ને દેશોના 50-50 સૈનિક હોટસ્પ્રિંગ એરિયામાં હાજર છે. પરંતુ સૂત્રોના હવાલાથી માહિતી છે કે ભારત અને ચીનની વચ્ચે તે સહમતિ બની ગઈ છે કે તે પોતાના સૈનિકોને લદ્દાખના બીજા વિસ્તારથી ધીરે-ધીરે પાછળ હટાવી લેશે પરંતુ બંન્ને દેશોની વચ્ચે વિશ્વાસમાં ઉણપ છે. હોટસ્પ્રિંગ એરિયા તેનું એક ઉદાહરણ છે, જ્યાં બંન્ને દેશોની સેનાઓ હજુ પણ તૈનાત છે.

ભારત એલએસી પર સક્રિય
ભારત એલએસી પર સંપૂર્ણ રીતે સક્રિય છે. ચીન સામે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની શક્તિમાં વધુ વધારો થયો છે. અમેરિકી કંપની બોઇંગે ભારતને બધા અપાચે અને શિનૂક હેલીકોપ્ટરની ડિલીવરી કરી દીધી છે. ભારતે વાયુસેના માટે સપ્ટેમ્બર 2015માં અપાચે અને 15 શિનૂક હેલીકોપ્ટરોની ડીલ કરી હતી. 

વિકાસ દુબેઃ વેપારીઓના ગેરકાયદેસર નાણાનો રખેવાળ, ગિફ્ટમાં મળી હતી ફોર્ચ્યૂનર  

હવે સમુદ્રમાં ડૂબશે ચીનનો અહંકાર
ચીન પર્વત પર ભંગાયુ અને હવે સમુદ્રમાં તેનો અહંકાર ડૂબશે. સમુદ્રમાં પણ ચીન પર અંકુશ લગાવવાની તૈયારી ભારતે કરી લીધી છે. તેમાં વિશ્વની ત્રણ મોટી નૌસેનાઓ ભારતની સાથે છે. એટલે કે હિંદ મહાસાગરથી અરબ સાગર સુધી ચીનની દાદાગીરી સમાપ્ત થશે. માલબારમાં ભારત સહિત 4 દેશોના નૌસૈનિકો યુદ્ધાભ્યાસ કરશે. અમેરિકા અને જાપાનની નૌસેનાઓ પણ યુદ્ધાભ્યાસમાં સામેલ થશે. ઓસ્ટ્રેલિયા પણ નૌસૈનિક યુદ્ધાભ્યાસમાં સામેલ થઈ શકે છે. યુદ્ધાભ્યાસમાં સામેલ ચારે દેશોનો ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news