નવી દિલ્હી : કોણ કહે છે કે માત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે સ્માર્ટપોન રાખે છે અને ટ્વીટરને પોતાનાં ટાઇપ રાઇટરની જેમ ઉપયોગ કરે છે ? નરેન્દ્ર મોદી સરકારનાં અનેક નવા મંત્રી પણ ટેક સેવી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય રહેવા માટે એપલ અને એન્ડ્રોઇડનાં વર્તમાનમાં સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેમાં મોખરે ગેઝેટ પ્રેમી મોદી છે, જે એપલની ડિવાઇસનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં બ્રાંડ ન્યૂ એફલ એક્સએસનો યુઝ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો
શાહના 1.4 કરોડ ફોલોઅર્સ
સુત્રોએ જણાવ્યું કે, જ્યારે વાત પ્રોફેશનલ કામની વાત આવે તો ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતાની ટીમ સાથે જોડાવા માટે ફેસબુક બંન્નેનો ઉપયોગ કરે છે. શાહનાં ટ્વીટર પર 1.4 કરોડ ફોલોઅર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બે સ્માર્ટફોન- આઇફો અને એન્ડ્રોઇડ બેસ્ડનો ઉપયોગ કરે છે. અપડેટ રહેવા અને કાર્યાલય સંબંધિત તમામ કાર્યો પર નજર રાખવા માટે તેઓ વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વીટરનો વધારે ઉપયોગ કરે છે. પ્રધાનનાં હાલમાં ટ્વીટર પર 11 લાખ ફોલોઅર છે. 


પુલવામા હુમલા બાદ ભારતીય નૌસેનાનું એવું પગલું, પાકિસ્તાન પણ થથરી ગયું હતું
ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !
ફેસબુક અને ટ્વીટર બંન્ને યુઝ કરે છે ગડકરી
કેન્દ્રીય  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી ફેસબુક અને ટ્વીટર બંન્ને પર સક્રિય છે. સુત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રની નાગપુર લોકસભા સીટથી સાંસદ ગડકરી કાર્યાલયનાં દૈનિક કાર્યો પર નજર રાખવા માટે ટ્વીટર અને ફેસબુકને મહત્વ આપે છે. પોતાની ટીમ પર નજર રાખવા માટે તેઓ ટ્વીટર અને ફેસબુકનો સતત ઉપયોગ કરે છે. ગડકરીએ વર્તમાનમાં ટ્વીટર પર 51.5 લાખ ફોલોઅર છે. 


માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના મંત્રાલય અને વડાપ્રધાન મોદીની ઉપલબ્ધીઓ અંગે જણાવવા માટે સરકારી અધિકારીઓ અને જનતા સાથે જોડાવા માટે માત્ર ટ્વીટરનો ઉપયોગ કરે છે. ટ્વીટર પર તેમનાં 22.3 લાખ ફોલોઅર છે. 


રાજસ્થાન: બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી ટેંટ પડતા 17 લોકોનાં મોત, અનેક ઘાયલ !
મોદીની 2018ની ચીન અને દુબઇની અધિકારીક યાત્રા દરમિયાન આઇફોન 6 (iPhone 6 Series) સીરીઝનો ઉફયોગ કરતા જોવા મળ્યા હતા. ગેઝેટ્સ માટે પોતાનો પ્રેમ સ્વીકાર કરતા મોદી સુરક્ષા કારણોથી એપલનો સૌથી સુરક્ષીત ડિવાઇસ યુઝ કરે છે. મોદીની ડિજિટલ ઇન્ડિયા અભિયાન બાદ ભારતમાં સ્માર્ટફોનના ઉપયોગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મોદીએ ટ્વીટર પર 4.82 કરોડ ફોલોઅર્સ છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 11 કરોડ ફોલોઅર સાથે તેઓ 9.6 કરોડ ફોલોઅરવાળા ટ્રમ્પથી આગળ છે.