ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !

લોકસભા ઉપાધ્યક્ષ પદ અંગે પોતાના વલણ અંગે વાઇએસઆર કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યું કે, કોઇ સીધી કે ઔપચારિક રજુઆત આવી નથી

ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !

નવી દિલ્હી : વાઇએસઆર કોંગ્રેસનાં લોકસભા ઉપાધ્યક્ષનું પદ સ્વિકાર કરવાની સંભાવના નથી, કારણ કે પાર્ટી આંધ્રપ્રદેશને વિશે, દરજ્જો આપવાની માંગ પુર્ણ થતા સુધીમાં ભાજપ નીત રાજગ સરકાર સાથે ઉભી રહેવા નથી માંગતી. વાઇએસઆર કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ રવિવારે કહ્યું કે, તેમની પાર્ટી સત્તાપક્ષ અને વિપક્ષ, બંન્ને સાથે સમાન અંતર જાળવવા માંગે છે. વાઇએસઆર કોંગ્રેસ 17મી લોકસભામાં ચોથી સૌથી મોટી પાર્ટી છે. તેનાં 22 સભ્યો છે. 

રાજસ્થાન: બાડમેરમાં રામકથા દરમિયાન તોફાનથી ટેંટ પડતા 12 લોકોનાં મોત, અનેક ઘાયલ
નેતાએ કહ્યું કે, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહી મળવા માટે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પણ જવાબદાર છે. તેણે રાજ્યનું વિભાજન કર્યું, પરંતુ તેને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપ્યો. જેથી અમે તેમની સાથે પણ સમાન અંતર જાળવીશું. હાલ તેમની પાર્ટી સત્તામાં છે અને દેશ હિતનાં કેટલાક મુદ્દાઓ પર તેમને સમર્થન આપી શકે છે. 

આ વસ્તુના હદથી વધારે ઉપયોગથી તમારા માથા પર ઉગશે શિંગડા !
લોકસભા ઉપાધ્યક્ષના પદ મુદ્દે વલણ મુદ્દે વાઇએસઆ કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યું કે, કોઇ સીધી અથવા ઔપચારિક રજુઆત આવી નથી પરંતુ સંકેત આપવામાં આવ્યા છે. પાર્ટીનાં નેતાએ કહ્યું કે, પાર્ટીને આ પદ નથી જોઇતું. કારણ કે તેના કારણે સત્તાપક્ષ દળની સાથે ઉભેલું હોવાનું જોઇ શકાશે. પાર્ટી કેન્દ્રનાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે ત્યા સુધી તે (કેન્દ્રની સાથે) હોવાનો અહેસાસ કરાવવા નથી માંગતા. 

SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો
સુત્રએ માહિતી આપી કે તેમણે પોતાનાં વલણ અંગે ભાજપનાં નેતૃત્વને જાણ કરી છે. સુત્રોએ તેમ પણ કહ્યું કે, લોકસભા ઉપાધ્યક્ષનું પદ માત્ર ઔપચારિક છે જે તેમને ઘણુ વધારે કામનું નથી. સુત્રોના અનુસાર ભાજપ લોકસભામાં આ પદ જગન મોહનની પાર્ટી વાઇએસઆર અથવા ઓરિસ્સામાં બીજદને આપવા માંગે છે. તેની પાછળ ભાજપની મંસા એનડીએનાં સાથી પક્ષો વધારવાનું છે. સાથે જ રાજ્યસભામાં ભાજપ આ દળોનો સાથ લઇને પોતાના મહત્વનાં બિલ પણ પાસ કરાવવા માંગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news