માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ

બસપા સુપ્રીમો માયાવતી રવિવારે સંગઠનની મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં સમગ્ર દેશનાં પ્રદેશ અધ્યક્ષો સાથે વરિષ્ઠ પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા. બેઠક દરમિયાન માયાવતીએ અનેક મહત્વનાં નિર્ણયો લીધા છે. બસપા સુપ્રીમોએ પોતાનાં ભાઇ આનંદ કુમારને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ભત્રીજા આકાશ આનંદનને નેશનલ કોઓર્ડિનેટર (રાષ્ટ્રીય સંયોજક)ની જવાબદારી સોંપી છે. 
માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ

લખનઉ : બસપા સુપ્રીમો માયાવતી રવિવારે સંગઠનની મહત્વની બેઠક યોજી. આ બેઠકમાં સમગ્ર દેશનાં પ્રદેશ અધ્યક્ષો સાથે વરિષ્ઠ પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા. બેઠક દરમિયાન માયાવતીએ અનેક મહત્વનાં નિર્ણયો લીધા છે. બસપા સુપ્રીમોએ પોતાનાં ભાઇ આનંદ કુમારને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ભત્રીજા આકાશ આનંદનને નેશનલ કોઓર્ડિનેટર (રાષ્ટ્રીય સંયોજક)ની જવાબદારી સોંપી છે. 

જો આ ઉપાય કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ પણ ભારત માટે સાબિત થશે વરદાન
બસપા સુપ્રીમો દ્વારા આહ્વાહિત બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. બસપા કાર્યકર્તાઓ રામજી ગૌતમને પાર્ટીના નેશનલ ઓઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા દાનિશ અલીને લોકસભામાં પાર્ટીનાં નેતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી તરફ ગરિશ ચંદ્રને લોકસભાનાં મુખ્ય સચેતક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'
જનતા દળ સેક્યુલરમાંથી બસપામાં જોડાયેલા દાનિશ અલીને પાર્ટીએ અમારોહનાં ઉમેદવાર બનાવ્યા હતા. બેઠક દરમિયાન સમગ્ર દેશમાં બસપાનો વિસ્તાર કરવાની નવી રણનીતિ બનાવવા, ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીની તૈયારી અને પાર્ટીમાં પરિવર્તન જેવા અનેક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. 

આ વસ્તુના હદથી વધારે ઉપયોગથી તમારા માથા પર ઉગશે શિંગડા !
માયાવતીએ પોતાનાં ભાઇ આનંદ કુમાર અને ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાં મહત્વનાં પદ સોંપ્યા બાદ સ્પષ્ટ કહ્યું કે, પાર્ટીમાં તેમનાં પોતાનાં લોકોની દખલ વધવાની છે. આ સાથે જ યુપીમાં 13 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીની રણનીતિ સાથે કરવામાં આવેલી મહત્વની વાતો અંગે પણ ચર્ચા કરવામાં આવી અને નિર્ણયો કરવામાં આવ્યા. 

SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો
બસપા ચીફની જાહેરાત બાદ આકાશ આનંદ હવે પાર્ટીનાં રાષ્ટ્રીય સ્તર પર મજબુત બનાવવા માટે કામ કરશે. કહેવાઇ રહ્યું છે કે જુની પદ્ધતી પર કામ કરી રહેલ બસપામાં આકાશ આવ્યા બાદ પરિવર્તન આવશે. લખનઉમાં બસપા સુપ્રીમો માયાવતીની બેઠકમાં પહોંચેલા નેતાઓ સાથે મીટિંગ હોલમાં જતા પહેલા મોબાઇલ, બેન, બેગ અને કારની ચાવીઓ પણ જમા કરાવી દેવાની ફરજ પાડવામાં આવી હતી. 

ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ
બસપાએ લોકસભા ચૂંટણીમાં ગત્ત વર્ષની તુલનાએ આ વર્ષે સારુ પ્રદર્શન કર્યું છે. બસપાએ આ વર્ષે 10 લોકસભા સીટો જીતી હતી. જો કે યુપી છોડીને અન્ય રાજ્યોમાં તેને કોઇ સફળતા મળી નહોતી માયાવતીએ 18 જુને લખનઉ પરત ફર્યા છે. ત્યાર બાદ તે સતત સંગઠનની ગતિવિધિઓ પર મંથન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ મુદ્દે અનેક વખત નિશાન સાધ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news