Video: રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો

રાજસ્થાનનાં બાડમેર નજીક આવેલ જસોલ ગામમાં તોફાનનાં કારણે મંડપ તુટી પડતા 17 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. એએનઆઇના અનુસાર આ દરમિયાન 24 લોકો ઘાયલ પણ થઇ ગયા છે. અધિકારીક સુત્રોએ 14 લોકોનાં મોતની પૃષ્ટી કરી છે. જેમાં 11 પુરૂષો, 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. 

Video: રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો

જયપુર : રાજસ્થાનનાં બાડમેર નજીક આવેલ જસોલ ગામમાં તોફાનનાં કારણે મંડપ તુટી પડતા 17 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. એએનઆઇના અનુસાર આ દરમિયાન 24 લોકો ઘાયલ પણ થઇ ગયા છે. અધિકારીક સુત્રોએ 14 લોકોનાં મોતની પૃષ્ટી કરી છે. જેમાં 11 પુરૂષો, 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. 

ઘટના સમય ચાલી રહેલી રામકથાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કથાવાચક મુરલીધરજી મહારાજ જસોલા ગામમાં પ્રવચન કાર્યક્રમ દરમિયાન લોકોને રામકથા સંભળાવી રહ્યા હતા. તેમણે ઘટનાની સેકન્ડો પહેલા મંડમાં હાજર લોકોને મંડપ પડી રહ્યો હોવાનાં કારણે બહાર નિકળી જવા માટેની અપીલ કરી હતી. 

कथा सुनते अचानक गिरा पांडाल, 15 लोगों की मौत, करीब 45 लोग घायल, हादसे के बाद राज्य सरकार और प्रशासन आई हरकत में, पीएम मोदी,सीएम गहलोत ने ट्वीट कर जताया दुख@PMOIndia @RajCMO #RajasthanNewsWithZee#ZeeVideo pic.twitter.com/9C6f6iAiGl

— Zee Rajasthan News (@zeerajasthan_) June 23, 2019

આ દરમિયાન કથાવાચક કથા અટકાવવાની વાત કરી રહ્યા છે. વીડિયોમાં કથાવાચક કહી રહ્યા છે, હવા ખુબ જ વધારે તે કથા રોકવી પડશે. હવાનાં કારણે મંડપ પણ ઉડી રહ્યો છે. ખાલી કરી દો અઅને બહાર નિકળી જાઓ. પંડાલ ધીરે ધીરે હવા ભરાવાનાં કારણે ઉંચો ઉડી રહ્યો છે. આ દરમિયાન કથાવાચક વ્યાસ પીઠ છોડીને ભાગતા પણ જોઇ શકાય છે. 

ઘટનાની માહિતી બાદ વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી અશોક ગહલોત, ગૃહમંત્રી અમિત શાહે મૃતકો પ્રત્યે શોક સંવેદના પ્રકટ કરી છે. આ સાથે જ ઘાયલોની સારવાર ચાલી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news