મુંબઈ : એકબાજુ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે ત્યારે પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે સમાચાર મળ્યા છે કે આ બિલના વિરોધમાં એક IPS અધિકારીએ રાજીનામું આપી દીધું છે. આ બિલ મામલે આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યાર મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની જવાબદારી નિભાવી રહેલા અબ્દુલ રહેમાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના રાજીનામાની સાથે ટ્વિટર પર આકરી દલીલ પણ કરી છે. 11 ડિસેમ્બરે ટ્વિટ કરીને રહેમાને કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ બંધારણના મૂળ ઢાંચાની વિરૂદ્ધ છે. હું આ બિલની નિંદા કરું છું અને આ કારણોસર મેં કાલથી કાર્યલયમાં હાજર ન થવાનો નિર્ણય કર્યો છે અને હું મારા પદ પરથી રાજીનામું આપું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકતા સંશોધન બિલનો આસામમાં સૌથી વધારે કેમ થઈ રહ્યો છે વિરોધ? વાંચી લો માત્ર 3 મિનિટમાં


ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં 17 સીટ પર મતદાન શરૂ 


પોતાની બીજી ટ્વિટમાં તેમણે લખ્યું છે કે આ બિલ ભારતની ધાર્મિક સહિષ્ણુતાનો વિરોધ કરે છે. હું તમામ ન્યાયપ્રિય લોકોને વિનંતી કરું છું કે લોકતાંત્રિત ઢબે આ બિલનો વિરોધ કરે. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube