ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં 17 સીટ પર મતદાન શરૂ 

ઝારખંડમાં ત્રીજા તબક્કામાં 17 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં કુલ 309 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે જેમાં 32 મહિલા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં 17 સીટ પર મતદાન શરૂ 

નવી દિલ્હી : ઝારખંડ (Jharkhand)માં ત્રીજા તબક્કામાં 17 સીટો માટે મતદાન (Voting) શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં કુલ 309 ઉમેદવાર ચૂંટણી (Election)ના મેદાનમાં છે જેમાં 32 મહિલા છે. મુખ્ય ઉમેદવારમાં ત્રણ મંત્રી સી.પી. સિંહ, રામચંદ્ર શાહી અને નીરા યાદવ શામેલ છે. તેમના સિવાય પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી તેમજ પૂર્વ ઉપમુખ્યમંત્રી સુદેશ મહતો ચૂંટણીના મેદાનમાં છે. 

શરૂઆતના બે તબક્કામાં ઉંચુ મતદાન થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ ત્રીજા તબક્કામાં 56.18 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. ગુરૂવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગે સુધી મતદાન ચાલનાર છે. રાંચી, હાટિયા, કાન્કે, બારકથા અને રામગઢમાં સવારે સાતથી પાંચ વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે બાકીના મતવિસ્તારમાં સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થનાર છે. આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાન બાદ 16મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં 15 સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં 20મી ડિસેમ્બરના દિવસે 16 સીટ પર મતદાન થશે. 23મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

— ANI (@ANI) December 12, 2019

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આજે સવારે આરંભ થયો છે. આ ચૂંટણીના પરિણામ સાથે મુખ્યમંત્રી રઘુવર દાસ, સ્પીકર ડો. દિનેશ ઉરાંવ, ભાજપાના બાગી નેતા સરયૂ રાય, મંત્રી નીલકંઠ મુંડા, મંત્રી રામચંદ્ર સહિસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા સહિત કેટલાય દિગ્ગજોની પ્રતિષ્ઠા આ તબક્કા સાથે જોડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news