તિરુવનંતપુરમ: લાહોર થિંક ફેસ્ટ (Lahore Think Fest)માં કોંગ્રેસના નેતા શશિ થરૂર(Shashi Tharoor)એ પાકિસ્તાન (Pakistan) ના જે ભરપેટ વખાણ કર્યા તે હવે તેમના માટે મુસીબત બની ગયા છે. તેમના આ નિવેદનનો તેમના જ ભાઈ ડૉ. જય થરૂરે આકરો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કો શશિ થરૂરે પાકિસ્તાનના પત્રકારને પૂછવું જોઈતું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઓ, શીખો પર અત્યાચાર કેમ થાય છે? તેમને હિન્દુઓ, શીખોની ઘટતી સંખ્યા અંગે પૂછવું જોઈતું હતું. પરંતુ આ રીતે ભારત વિશે ખોટું નહતું  બોલવું જોઈતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી


જય થરૂરે કહ્યું કે પાર્ટીની વિચારધારા દેશથી મોટી હોઈ શકે નહીં. ZEE MEDIA સાથે વાતચીતમાં ડૉ. જય થરૂરે કહ્યું કે શશિ થરૂરનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમના આ નિવેદનથી તેમને પીડા થઈ છે. ડૉ. જય થરૂરે એમ પણ કહ્યું કે કાશ તેમણે આવો ઈન્ટરવ્યું આપ્યો જ ન હોત. 


ભાજપે લગાવ્યો દેશની મજાક ઉડાવવાનો આરોપ
આ અગાઉ ભાજપ (BJP)એ શશિ થરૂરના આ નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતાં. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે થરૂરે જે નિવેદન આપ્યું તેના પર વિશ્વાસ નથી થતો કે કોઈ ભારતીય સાંસદ, રાહુલ ગાંધીના રાઈન્ડ હેન્ડ એવા પ્લેફોર્મ પર પોતાના જ દેશની આ રીતે મજાક કેવી રીતે ઉડાવી શકે? પાત્રાએ કહ્યું કે થરૂર ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ માટે ઉઠાવવામાં આવેલા પગલાંની ટીકા કરે છે અને પાકિસ્તાનના વખાણ. થરૂર કહે છે કે ભારતમાં ઉત્તર પૂર્વના લોકો સાથે સારો વર્તાવ થતો નથી જ્યારે ભારત જેવો લોકશાહી દેશ ક્યાંય નથી. 


આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં હિંસા ભડકી, ગૃહ મંત્રાલયે તાબડતોબ બોલાવી બેઠક


શું કહ્યું હતું શશિ થરૂરે? 
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોરોના મહામારીને લઈને પાકિસ્તાની મીડિયા સામે ભારતનું અપમાન કર્યું હતું. થરૂરે કોરોના મામલે ભારતની સ્થિતિ પાકિસ્તાન કરતા પણ ખરાબ ગણાવી. થરૂરે કહ્યું કે કોરોનાને સારી રીતે પહોંચી વળવા મુદ્દે અમને પાકિસ્તાનની ઈર્ષા થાય છે. શશિ થરૂરે તબલિગી જમાતને ભારતમાં પીડિત ગણાવ્યા. લાહોર થિંક ફેસ્ટ નામના કાર્યક્રમમાં શશિ થરૂર ઓનલાઈન જોડાયા હતાં અને આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ભેદભાવ વધ્યો છે. શશિ થરૂરે પોતાના જ દેશની મજાક ઉડાવી. આ નિવેદન બાદ ભાજપ આક્રમક થઈ અને ભાજપે આ મુદ્દે માત્ર શશિ થરૂરને જ નહીં પરંતુ રાહુલ ગાંધીને પણ લપેટામાં લીધા. 


ભાજપના નેતા સંબિત પાત્રાએ એમ પણ કહ્યું કે તેમને અહીં કટ્ટરતા દેખાય છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ એકવાર પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર પર સવાલ ઉઠાવ્યાં? 


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube