J&K: શ્રીનગરમાં આતંકી અથડામણ, ત્રણ આતંકીઓનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આ સાથે જ શ્રીનગરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર આજે સવારે 3:50 વાગે બટમલનૂ ( Batmalnoo) વિસ્તારમાં શરૂ થઈ. આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. આ સાથે જ શ્રીનગર (Srinagar) માં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધી ગઈ છે.
PM મોદીનો આજે 70મો જન્મદિવસ, સમગ્ર દેશમાં 'સેવા સપ્તાહ' તરીકે થઈ રહી છે ઉજવણી
સીઆરપીએફ (CRPF) ની ક્યૂએટી અને એસઓજીના જવાનો આતંકીઓનો મુકાબલો કરી રહ્યા છે. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. જો કે સીઆરપીએફના એક ઓફિસર ઘાયલ થયા હોવાના સમાચાર છે. હાલ એન્કાઉન્ટર ચાલુ છે.
PM મોદીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની આ 5 Untold Stories તસવીરો સાથે
આ અગાઉ બુધવારે સુરક્ષાદળોને પુલવામાના કાકાપોરાના મારવલ ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ તું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube