જયંત ચૌધરીએ કરી અખિલેશ સાથે મુલાકાત, કહ્યું- `વાત બેઠકોની નહીં, પરસ્પર વિશ્વાસ અને ભરોસાની છે`
ઉત્તર પ્રદેશમાં સપા બસપાના ગઠબંધનની સાથે આરએલડીના જોડાણને લઈને વધેલી હલચલ વચ્ચે રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં મુલાકાત કરી.
નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશમાં સપા બસપાના ગઠબંધનની સાથે આરએલડીના જોડાણને લઈને વધેલી હલચલ વચ્ચે રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ બેઠક સકારાત્મક રહી. મુલાકાત બાદ જયંત ચૌધરીએ કહ્યું કે અમારી વાતચીત સકારાત્મક હતી. ગત વખતે જ્યાં અમારી વાતચીત ખતમ થઈ હતી ત્યાંથી જ આગળ વાત શરૂ થઈ. તેમણે કહ્યું કે હજુ સીટ શેરિંગ પર વાત થઈ નથી. આ મુલાકાત બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે વાત સીટની નહીં પરંતુ પરસ્પર ભરોસા, અને વિશ્વાસની છે. કૈરાના પેટાચૂંટણીમાં અમે સાથે મળીને કામ કર્યું હતું. જેને જનતાએ પસંદ કર્યું.
અત્રે જણાવવાનું કે સપા-બસપા ગઠબંધન પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે અજિત સિંહની પાર્ટી આરએલડીને પણ તેમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આરએલડી ગઠબંધનમા પાંચ-છ બેઠકો માંગી રહી હતી પરંતુ આમ છતાં જ્યારે માયાવતી અને અખિલેશે ગઠબંધનની જાહેરાત કરી તો કોંગ્રેસના ટોચના નેતૃત્વ માટે બે બેઠકો છોડ્યા બાદ 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની સપા-બસપાએ જાહેરાત કરી. આ રીતે બાકીના પક્ષો માટે માત્ર બે જ બેઠકોની સંભાવના છોડી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ગઠબંધને આ બે સીટો આરએલડી માટે છોડી હતી પરંતુ આરએલડી તેનાથી સંતુષ્ટ નથી.
કર્ણાટકમાં ગઠબંધન સરકાર મુશ્કેલીમાં!, 2 અપક્ષો બાદ હવે કોંગ્રેસના 5 MLA પણ છોડશે સાથ?
સૂત્રોના જણાવ્યાં મુજબ કૈરાના ફોર્મ્યુલા હેઠળ આરએલડીને વધુ એક સીટ અપાઈ શકે છે. કૈરાના લોકસભા પેટાચૂંટણી સમયે સપા અને આરએલડી વચ્ચે જે તાલમેળ થયો હતો તે હેઠળ કેરાનામાં આરએલડીના ચૂંટણી ચિન્હ પર સપાના ઉમેદવારે ચૂંટણી લડી હતી. તેને કૈરાના ફોર્મ્યુલા કહેવાય છે.
ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)ને મોં માંગી સીટ ન મળ્યા બાદ પાર્ટીના નેતા હતાશ થયા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, હાલ ગઠબંધનમાં સામેલ નેતાઓ સાથે વાત કરવામાં આવશે અને અમને અમારો હક મળશે. રાલોદના વરિષ્ઠ નેતા મસૂદ અહેમદ કહી ચૂક્યા છે કે, રાલોદ હાલ પણ ગઠબંધનમાં છે, અમારા ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ થોડા દિવસો પહેલા અખિલેશ યાદવ પાસેથી છ સીટ માંગી હતી. હાલ અમે આશાવાદ છીએ. અમારા નેતા જયંત ગઠબંધનના નેતાઓ સાથે વાતચીત કરશે અને અમને અમારો હક મળશે. તેમણે કહ્યું કે, એક સપ્તાહમાં બધુ જ ક્લિયર થઈ જશે અને અમને આશા છે કે, ગઠબંધનના નેતા અમારી માંગ પર વિચાર કરશે.
PM મોદીની 'નમો એપ' પર થઈ રહ્યો છે મોટો સર્વે, મહાગઠબંધન અંગે પૂછાયો ખુબ મહત્વનો સવાલ
રાલોદના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ દૂબેએ કહ્યું કે, ગઠબંધનની સીટ નક્કી થઈ ગઈ છે. અમારી વાતચીત હજી ચાલી રહી છે. સીટનો કોઈ મુદ્દો નથી. સીટ નીકળી જ જશે. અમારો હેતુ બીજેપીને હરાવવાનો છે. જે માટે સૌને સાથ આવવું જરૂરી છે. સમર્પણ પણ છે, ત્યાગ પણ છે. પણ તે સન્માનજનક હોવું જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત શનિવારે ગઠબંધનની ઔપચારિક જાહેરાત બાદ બંને દળોના અધ્યક્ષ અખિલેશ યાદવ અને માતાવતી આગામી સપ્તાહમાં એ નક્કી કરશે કે કોણ કઈ સીટ પરથી ઈલેક્શન લડશે. સાથે જ બંને દળ ઈલેક્શન અભિયાનની રૂપરેખા પણ જલ્દી જ નક્કી કરશે.