કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટ પર JNUની વિદ્યાર્થીએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, વકીલ ઇન્દિરાએ છોડ્યો કેસ
પીડિતાએ લખ્યું, તે રાતે હું કમજોર ન હતી, મે ઘણો વિરોધ પણ કર્યો, પરંતુ અંતમાં હું હારી ગઇ હતી. મને ઘણી પીડા થઇ રહી હતી.
નવી દિલ્હી: મીટૂ મૂવમેન્ટમાં વધુ એક કેસ સામે આવ્યો છે. કઠુઆ રેપ કાંડના એક્ટિવિસ્ટે આ મૂવમેન્ટની શરૂ કરનાર છે. જેઅનયૂની એક છાત્રાએ સોશિયલ મીડિયા દ્વારા તેના પર રેપ કેસનો આરોપ લગાવ્યો છે. આ મામલમાં પીડિતાએ તેની ઓળખ સ્પષ્ટ કરી નથી, અને તેણે રેપ કરનારનું નામ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પરંતુ વિવાદ થવા પર એતો સ્પષ્ટ થઇ ગયું છે કે આરોપ જમ્મૂ એન્ડ કાશ્મીરના તાલિબ હુસેન પર લાગી રહ્યા છે. ફસ્ટપોસ્ટના જણાવ્યા અનુસાર, પીડિતાએ લખ્યું હતું કે તે શખ્સે પહેલા તેનો રેપ કર્યો અને પછી તેની સાથે નિકાહ કરવા માટે કહ્યું હતું. તાલિબ હુસૈનનું નામ ત્યારે ચર્ચાઓમાં આવ્યું જ્યારે તેઓ કઠુઆ રેપ કાંડના આરોપીઓને સજા અપાવવા માટે આંદોલન કરી રહ્યા હતા.
પીડિતાએ લખ્યું છે કે, જ્યારે તે રેપ કરી રહ્યો હતો, ત્યારે મે ઘણો વિરોધ કર્યો. ત્યારે તેણે કહ્યું કે, તુ ઘણી નાજુક છે. પીડિતાએ લખ્યું, તે રાતે હું કમજોર ન હતી, મે ઘણો વિરોધ પણ કર્યો, પરંતુ અંતમાં હું હારી ગઇ હતી. મને ઘણી પીડા થઇ રહી હતી. તે સમયે તેણે મને ચિડાવા કહ્યું કે, તું ઘણી નાજુક છે. રેપ કર્યા બાદ તેણે મને નિકાહની પણ વાત કરી હતી.
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...