મુંબઇ: શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે મુંબઇ પહોંચી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસનો એક ભાગ ગેરકાયદે ગણાવીને તોડફોડની કાર્યવાહી કરી. બીએમસીએ પહેલા નોટિસ ફટકારી અને ત્યારબાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની વાત કરી અને થોડી જ વારમાં બીએમસીના અધિકારીઓ હથોડો લઈને કંગનાની ઓફિસ પહોંચી ગયાં. ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ બીએમસીની ટીમ કંગનાની ઓફિસથી પાછી ફરી. બીએમસીની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ


કંગનાએ બીએમસીની સરખામણી બાબર સાથે કરી. કંગનાએ કહ્યું કે બાબર તોડશે પરંતુ રામ મંદિર ફરીથી બનશે. 


Kangana Ranaut એ મુંબઇ પહોંચતા પહેલા જ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?


આ વીડિયો સામે આવ્યા છતાં બોલિવૂડ રિયાને સપોર્ટ કરી રહ્યું છે. રિયાના સમર્થનમાં ઉતરેલી બોલિવૂડની રિયા ગેંગ માને છે કે રિયા એક છોકરી છે આથી તેની સાથે ખોટું થઈ રહ્યું છે. પરંતુ આ જ બોલિવૂડ કંગના રનૌત વિરુદ્ધ ચાલી રહેલા એજન્ડા  પર ચૂપ છે અને આ બધાનું કારણ એ છે કે કંગનાએ બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર ખુલીને સાચું કહ્યું અને રિયાને નહીં પરંતુ સુશાંતને સપોર્ટ કર્યો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube