રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ

સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલાના બે વીડિયો સામે આવતા જ રિયાની બધી પોલ ખુલી ગઈ છે. રિયાએ પ્રેમના નામે સુશાંતને દગો કર્યો. લાચાર બનાવી દીધો. 

રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ

નવી દિલ્હી: સુશાંત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે અમે તમને એવા વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ કે જેને લઈને રિયા (Reha Chakraborty) ની ડ્રગ્સ ગેંગમાં મોટો ખળભળાટ મચી ગયો છે. આ એ વીડિયો (Sushant Unseen Videos) છે જેનાથી રિયાના ડ્રગ્સ અને તેની સિન્ડિકેટનો પણ મોટો ખુલાસો થયો છે. આ વીડિયોથી સાબિત થશે કે કેવી રીતે રિયાએ ડ્રગ્સની જાળમાં સુશાંતને ફસાવી રાખ્યો હતો. 

રિયા ઈચ્છત તો બચી જાત સુશાંત?
સવાલ એ છે કે જો  રિયા ઈચ્છત તો સુશાંત બચી શકે તેમ હતો? આ વીડિયો રિયાના દગાબાજ ચરિત્રને સાબિત કરનારો છે. વીડિયો રિયા પર આંખો ખોલનારો છે. આ વીડિયો જોઈને રિયાના દાવા પર સવાલ પેદા થાય છે. આ વીડિયો રિયાના પ્રાયોજિત ઈન્ટરવ્યુનું સત્ય બતાવનારો છે. રિયાએ સુશાંતને મિત્રતાના નામ પર દગો કર્યો. રિયાએ કેવી રીતે સુશાંતને લાચાર બનાવ્યો. રિયાએ કઈ રીતે સુશાંતના પરિવારજનોથી સત્ય છૂપાવ્યું. શું આ વીડિયો રિયાનો સુશાંત સાથેના વિશ્વાસઘાતનો મોટો પુરાવો નથી? સુશાંતની સાથે પ્રેમના નામે રિયાએ દગો કર્યો, ડ્રગ્સ આપી. 

જુઓ VIDEO

કાશ...રિયાએ સુશાંતને બચાવી લીધો હોત!
ZEE NEWSએ સૌથી પહેલા સુશાંતને ન્યાય અપાવવા માટેની મુહિમ ચલાવી. અમે આ મુહિમને ત્યાં સુધી ચાલુ રાખીશું  જ્યાં સુધી સુશાંતના પરિવારને ન્યાય ન મળે. આ બે વીડિયો સામે આવતા હવે સવાલ એ છે કે શું સુશાંતને ધીરે ધીરે ઝેર આપવામાં આવ્યું કે જે રીતે સુશાંતના પિતાએ કહ્યું હતું. રિયા સુશાંતનો ખ્યાલ રાખવાની જગ્યાએ વીડિયો કેમ બનાવી રહી હતી? સુશાંતની હાલત એટલી ખરાબ હતી તો રિયાએ તેનો ખ્યાલ કેમ ન રાખ્યો? ડોક્ટર પાસે કેમ ન લઈ ગઈ? આવી હાલતમાં સુશાંત ઘરમાં કેમ હતો?શું આ જ રીતે રિયા સુશાંતને કંટ્રોલ કરતી હતી? શું પ્લાનિંગ હેઠળ રિયાને સુશાંતે ડ્રગ્સ આપ્યું?

બચી ગયો હોત સુશાંત!
રિયાએ સુશાંતને ડ્રગ્સથી દૂર રાખવો જોઈતો હતો. રિયાએ સુશાંતની સારવાર કરાવવી જોઈતી હતી. રિયાએ મદદ માટે મિત્રો સાથે વાત કરવી જોઈતી હતી. રિયાએ સુશાંતનો સારી રીતે સંભાળ રાખવી જોઈતી હતી. રિયાએ આ હાલતની જાણકારી પરિવારને આપવી જોઈતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news