નવી દિલ્હીઃ કંગના અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શરૂ થયેલા સંગ્રામમાં ગુરૂવારે બાલાસાહેબ ઠાકરેની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ટ્વિટર પર #BalasahebThackeray ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હકીકતમાં કંગનાએ એક ટ્વીટમાં બાલાસાહેબના સારા કર્મોનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ પર આક્રમક પ્રહાર કર્યો છે. આ હેશટેગની સાથે લોકો સતત સવાલ કરી રહ્યાં છે કે જો બાલાસાહેબ જીવિત હોય તો પણ શિવસેનાનું આ વલણ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, બીએમસીએ બુધવારે મુંબઈના પાલી હિલમાં અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ અને ઘરમાં ગેરકાયદેસર કબજાની વાત કરતા તોડફોડ કરી હતી. બીએમસીના આ કાર્યનો રાજ્ય સરકારમાં શિવસેનાની સહયોદી કોંગ્રેસ અને એનસીપીએ પણ વિરોધ કર્યો છે. શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે તેને બદલાની કાર્યવાહી ન ગણાવી પરંતુ ઉદ્ધવના સહયોગી સાથી તેનાથી પાછળ હટતા જોવા મળ્યા હતા. આ વચ્ચે કંગનાએ સતત ઉદ્ધવ ઠાકરે પર હુમલો કરવાનું ચાલું રાખ્યું છે. આ ક્રમમાં કંગનાએ આજે એક ટ્વીટ કર્યું, 'તમારા પિતાજીના સારા કર્મો તો તમને દોલત આપી શકે છે પરંતુ સન્માન ખુદ તમારે કમાવવું પડે છે, મારૂ મોઢુ બંધ કરશો પરંતુ મારો અવાજ મારા બાદ પણ લાખોમાં ગુંજશે, કેટલા મોઢા બંધ કરશો'? કેટલા અવાજને દબાવશો? ક્યાં સુધી સત્યથી ભાગશો તું કંઈ નથી માત્ર વંશવાદનો એક નમૂનો છે.


સોશિયલ મીડિયા પર સવાલ, બાલાસાહેબ હોત તો શું થાત?
આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર લોકો તે સવાલ પૂછી રહ્યાં છે કે શું બાલાસાહેબ જીવિત હોત તો તે સમયે પણ આમ થયું હોત. કેટલાક લોકો કહી રહ્યાં છે કે શિવસેના ફરી જૂના રસ્તે ચાલી નિકળી છે. મહત્વનું એક એક જૂના ઈન્ટરવ્યૂમાં બાલાસાહેબ ઠાકરે એનસીપી સાથે ક્યારેય ગઠબંધન ન કરવાની વાત કરી રહ્યાં છે. તેઓ કહે છે કે જે વ્યક્તિએ અટલ જીની સરકારને નીચે પાડી, તેઓ તેની સાથે હાથ કઈ રીતે મિલાવી શકે. બાલા સાહેબ આગળ કહે છે કે તેઓ સસ્તી રાજનીતિ માટે એનસીપી અને શરદ પવાર સાથે ક્યારેય હાથ મિલાવશે નહીં. તો તેમણે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિદેશી મૂળના ગણાવતા વિરોધ કર્યો હતો. પરંતુ હવે તે એનસીપી અને કોંગ્રેસની સાથે રાજ્યમાં શિવસેનાની સરકાર છે અને ઉદ્ધવ સીએમ. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube