કારગિલ વિજય દિવસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીનગરમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ
કારગિલ યુદ્ધ જીત્યા તે વાતને આજે 20 વર્ષ પૂરા થયાં. કારગિલ વિજય દિવસની ઉજવણી દેશ કરી રહ્યો છે. 20 વર્ષ પહેલા કારગિલના પહાડોની ટોચ પર પાકિસ્તાનને પછાડીને આપણા જાંબાઝ જવાનોએ કારગિલની પહાડીઓ પર તિરંગો ફરકાવ્યો હતો.
નવી દિલ્હી: કારગિલ યુદ્ધ જીત્યા તે વાતને આજે 20 વર્ષ પૂરા થયાં. કારગિલ વિજય દિવસની ઉજવણી દેશ કરી રહ્યો છે. 20 વર્ષ પહેલા કારગિલના પહાડોની ટોચ પર પાકિસ્તાનને પછાડીને આપણા જાંબાઝ જવાનોએ કારગિલની પહાડીઓ પર તિરંગો ફરકાવ્યો હતો. 1999માં દુશ્મન દેશને ધૂળ ચટાડીને પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોને આજે આખો દેશ યાદ કરી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રીનગરમાં આયોજિત એક સમારોહમાં શ્રદ્ધાંજલિ આપી.
VIDEO: સુધીર ચૌધરી સાથે જુઓ 20 વર્ષ પહેલાના કારગિલ યુદ્ધ વખતની સ્થિતિ
કારગિલ દિવસ પર બિપિન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે હવે આવું ન કરતા, ભૂલ સામાન્ય રીતે દોહરાવાતી નથી. જો આ ભૂલ કરી તો હવે જડબાતોડ જવાબ મળશે.
Exclusive કારગિલ વિજય દિવસ: તત્કાલિન સેના અધ્યક્ષના શબ્દોમાં... જુઓ VIDEO
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કારગિલ વિજય દિવસના અવસરે શહીદોને યાદ કરતા કહ્યું કે કારગિલ વિજય દિવસ આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલની પહાડીઓની ટોચ પર પોતાના સશસ્ત્ર દળોની વીરતાને યાદ કરવાનો દિવસ છે.
શૌર્યના 20 વર્ષ : કારગિલ યુધ્ધ જીતવું કેમ આસાન ન હતું? જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસના અવસરે શહીદોના સાહસ અને બલિદાનને યાદ કરીને એક વીડિયો પણ શેર કર્યો છે.
કારગિલ યુધ્ધ : ભારતીય જવાનોએ કર્યું શૌર્યનું કામ... જાણો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે નેશનલ વોર મેમોરિયલમાં કારગિલ વિજય દિવસના અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
કારગિલ વિજય દિવસ: કારગિલ યુધ્ધની જાણો તમામ હકીકત
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...