કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ, જુઓ VIDEO

કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયા નિમિત્તે વાયુસેનાએ આજે ગ્વાલિયર એરબેસ પર ટાઈગર હિલ પર હુમલાનું પ્રતિકાત્મક ચિત્રણ અને ઓપરેશન વિજયમાં ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 અને અન્ય વિમાનોનું પ્રદર્શન કર્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને જુલાઈમાં 20 વર્ષ પૂરા થાય છે જે અગાઉ આ રણનીતિક એરબેસ પર એક કાર્યક્રમની યોજના બનાવવામાં આવી છે, જેમાં વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆ મુખ્ય અતિથિ રહ્યાં. 
કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ, જુઓ VIDEO

ગ્વાલિયર: કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયા નિમિત્તે વાયુસેનાએ આજે ગ્વાલિયર એરબેસ પર ટાઈગર હિલ પર હુમલાનું પ્રતિકાત્મક ચિત્રણ અને ઓપરેશન વિજયમાં ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 અને અન્ય વિમાનોનું પ્રદર્શન કર્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને જુલાઈમાં 20 વર્ષ પૂરા થાય છે જે અગાઉ આ રણનીતિક એરબેસ પર એક કાર્યક્રમની યોજના બનાવવામાં આવી છે, જેમાં વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆ મુખ્ય અતિથિ રહ્યાં. 

રવિવારે વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીને મીડિયાની જાણકારી આપતા કહ્યું હતું કે ગ્વાલિયરમાં આ કાર્યક્રમ હેઠળ અનેક ગતિવિધિઓની યોજના બનાવવામાં આવી છે. ટાઈગર હિલ હુમલાનું એક પુર્ન:ચિત્રણ કરવામાં આવશે જે 1999માં કારગિલ યુદ્ધ વખતે થયું હતું. આ સાથે જ મિરાજ 2000 અને હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અન્ય વિમાનોનું પણ પ્રદર્શન થશે. 

આ રીતે હશે ખાસ સમારોહ
વીસ વર્ષ બાદ કારગિલ અને બટાલિક પહાડીઓમાં એકવાર ફરીથી ભારતીય સૈનિકોની લલકાર ગૂંજશે જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોની કમર તોડી નાખી હતી. બટાલિકની ખાલૂબાર ઉપરાંત દ્રાસમાં તોલોલિંગ, ટાઈગર હિલ, અને પોઈન્ટ 4875 પહાડીઓ પર સેનાની એ જ બટાલિયન તે જ જોશથી ચઢશે જે જોશથી 1999ના જૂન અને જુલાઈમાં ચઢી હતી. દ્રાસના પોઈન્ટ 4875ને હવે બત્રા ટોપ કહેવાય છે. જ્યાં કેપ્ટન વિક્રમ બત્રાને વીરગતિ મળી હતી. 

કારગિલમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવાની ઘટનાને 20 વર્ષ પૂરા થઈ રહ્યાં છે જેના માટે પરમવીરોને અનોખા ઢબે શ્રદ્ધાંજલિ આપવાની તૈયારી થઈ રહી છે. 1999ની ઠંડીમાં પાકિસ્તાની સેનાનાની ટુકડી ચૂપચાપ લદ્દાખના દ્રાસ, કારગિલ અને બટાલિકની પહાડીઓ ઘૂસણખોરી કરીને મોરચો જમાવીને બેસી ગઈ. તેમને ખદેડવા માટે ભારતીય સેનાએ મે મહિનામાં અભિયાન શરૂ કર્યું. લગભગ 3 મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનો અને ઓફિસરોએ વીરગતિ મેળવી હતી. ભારતે 3 મેથી શરૂ થયેલા આ યુદ્ધની 26 જુલાઈએ સમાપ્તિની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષ કારગિલ યુદ્ધનું વીસમું વર્ષ તરીકે ઉજવવાની તૈયારી થઈ રહી છે. 

સૌથી ભાવનાત્મક કાર્યક્રમ એ ચારેય પહાડીઓને ચઢવાનું અભિયાન છે જ્યાં ઘમાસાણ લડાઈ થઈ હતી. આ પહાડીઓ પર ભારતીય સેનાના યોદ્ધાઓએ સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મેળવ્યાં હતાં. 1/11 ગોરખા રાઈફલ્સના કેપ્ટન મનોજ પાંડને બટાલિકના ખાલુબારમાં થયેલી લડાઈમાં મરણોપરાંત પરમવીર ચક્ર મળ્યો હતો. વીસ વર્ષ બાદ શહીદ કેપ્ટન પાંડેની બટાલિયન તે જ પહાડી પર ચઢીને પોતાના પરમવીરને શ્રદ્ધાંજલિ આપશે. દ્રાસમાં તોલોલિંગની પહાડી પર કબ્જા માટે ભારતીય સેનાએ એક મહિના સુધી ઝઝૂમવું પડ્યું હતું. 

13 જૂનના રોજ 2 રાજપૂતાના રાઈફલ્સે જૂના યુદ્ધની તર્જ પર સીધો હુમલો કરીને તેના પર કબ્જો જમાવ્યો હતો. આ વિજય બાદ માની લેવાયું હતું કે હવે યુદ્ધ જીતવું ફક્ત સમયની વાત છે. પરંતુ  બટાલિયને તેની ભારે કિંમત ચૂકવી હતી. આ વર્ષે બટાલિયન પોતાના શૂરવીરોને યાદ કરવા માટે ફરી એકવાર તોલોલિંગ જશે. 

જુઓ LIVE TV

કારગિલમાં કુલ 4 પરમવીર ચક્ર મળ્યા હતાં. તેમાંથી બે એક જ બટાલિયન 13મી જમ્મુ કાશ્મીર રાઈફલ્સને મળ્યા હતાં. કેપ્ટન વિક્રમ બત્રાનો રેડિયો સંદેશ યે દિલ માંગે મોર સમગ્ર દશમાં ગૂંજ્યો હતો. આ બટાલિયન પણ એકવાર ફરીથી પોતાના પરમવીર શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને રાઈફલમેન સંજયકુમારના શૌર્યને સલામી આપવા માટે પોઈન્ટ 4875 એટલે કે બત્રા ટોપ પર ચઢશે. આ સાથે જ કેપ્ટન વિક્રમ બત્રાના જોડકા ભાઈ વિશાલ બત્રા પણ હશે. સૌથી મુશ્કેલ ટોચ ટાઈગર હિલ પર કબ્જા માટે 18 ગ્રેનેડિયર્સના ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવને પરમવીર ચક્ર મળ્યો હતો. 

આ લડાઈ પાકિસ્તાન માટે પણ એટલી જ મહત્વપૂર્ણ હતી. માર્યા ગયેલા બે પાકિસ્તાની સૈનિકોને પાકિસ્તાનનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર નિશાને હૈદર આપવામાં આવ્યો હતો. 18 ગ્રેનેડિયર વીસ વર્ષ બાદ ટાઈગર હિલ ચઢીને આ શૌર્યને યાદ  કરશે. આ વિજય દિવસ માટે દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી એક જ્યોતિ નિકળશે જેને દ્રાસ સુધી લઈ જવામાં આવશે અને તેને ત્યાંના વોર મેમોરિયલની જ્યોતિ સાથે મીલાવવામાં આવશે. આ ઉપરાંત યુવાઓને સેના પ્રત્યે આકર્ષિત કરવા અને કારગિલના વીરો પાસેથી પ્રેરણા લેવા માટે અનેક પ્રકારની સ્પર્ધાનું પણ આયોજન થશે. 

(ઈનપુટ એજન્સી ભાષા અને એએનઆઈમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news