નવી દિલ્હી/બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. અમિત શાહ સાથે મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યુ કે, તેમણે મને કર્ણાટકની સત્તામાં પરત આવવા માટે આકરી મહેતન કરવા માટે કહ્યું અને અમારે લોકસભા ચૂંટણીમાં વધુ સીટો જીતવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યેદિયુરપ્પાએ કહ્યુ કે, અમિત શાહે કહ્યુ કે, યૂપીમાં 100% જીતીશું અને કર્ણાટકમાં આપણુ ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી લેવાની વાત કહી છે. હું તમને વિશ્વાસ અપાવુ છું કે હું પાછળ હટીશ નહીં અને સંપૂર્ણ જવાબદારી લઈશ. 


આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રીએ પોતાની રાજીનામાની અટકળો નકારી દીધી હતી. તેમણે કહ્યું કે, હું રાજીનામુ આપવાનો નથી. કર્ણાટકના મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે શું તેમણે રાજીનામુ આપી દીધું છે? તો તેમણે ના પાડી હતી. તેમણે કહ્યું કે, શુક્રવારે પ્રધાનમંત્રીને મળ્યો, અમે રાજ્યના વિકાસ પર ચર્ચા કરી અને ઓગસ્ટમાં ફરી આવીશ. આવી ખબરોનું કોઈ મૂલ્ય નથી. 


કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા બાદ હરીશ રાવતે આપ્યું મોટું નિવદન, જાણો શું કહ્યું?


શુક્રવારે પીએમ સાથે કરી હતી મુલાકાત
શુક્રવારે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પ્રધાનમંત્રી મોદી સાથે લગભગ 20 મિનિટ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પત્રકારોને કહ્યુ કે, તેમણે પ્રધાનમંત્રી સાથે મેકેદાતુ બાંધ પરિયોજના સહિત રાજ્યના વિકાસ સાઝે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube