Punjab: કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા બાદ હરીશ રાવતે આપ્યું મોટું નિવદન, જાણો શું કહ્યું?

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો અંત લાવવા માટે કવાયત તેજ થઈ છે. કોંગ્રેસમાં પંજાબથી લઈને દિલ્હી સુધી હલચલ તેજ છે.

Punjab: કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા બાદ હરીશ રાવતે આપ્યું મોટું નિવદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો અંત લાવવા માટે કવાયત તેજ થઈ છે. કોંગ્રેસમાં પંજાબથી લઈને દિલ્હી સુધી હલચલ તેજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ હરીશ રાવતે કહ્યું કે હાઈકમાન જે પણ નિર્ણય લેશે તેને કેપ્ટન અમરિન્દર સિંહ માનશે. રાવતે કહ્યું કે અમરિન્દર સિંહે પોતાનું જૂનું નિવેદન દોહરાવ્યું છે અને કહ્યું છે કે જે કઈ પણ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ લેશે તેનું તેઓ પાલન કરશે. 

અમરિન્દર સિંહ સાથે હરિશ રાવતની મુલાકાત વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પદયાત્રા પર છે. સિદ્ધુ વારા ફરતી કોંગ્રેસના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ સાથે પંચકૂલામાં તેમના નિવાસ સ્થાને લાંબી બેઠક કરી. નવજોત સિંહ સિદ્ધુ વિધાયકો, મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓનું સમર્થન મેળવવા માટે એક પછી એક વિધાયકના ઘરે જઈ રહ્યા છે. 

— ANI (@ANI) July 17, 2021

અમરિન્દર સિંહના સંખ્યા બળવાળા ફોર્મ્યૂલાને નબળો પાડવા માટે નવજોત સિંહ સિદ્ધુએ ચંડીગઢમાં લોબિંગ તેજ કરી છે. એક બાજુ હરીશ રાવત કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા તો બીજી બાજુ નવજોત સિંહ સિદ્ધુ પોતાના તરફી સમર્થન મેળવવા માટે નેતાઓની મુલાકાત કરી રહ્યા છે. 

— ANI (@ANI) July 17, 2021

અત્યાર સુધી આ નેતાઓને મળ્યા સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુની મુલાકાતોનો દોરમાં સૌથી પહેલા સવારે પાર્ટીના હાલના અધ્યક્ષ સુનીલ જાખડ સાથે મુલાકાત થઈ. ત્યારબાદ સિદ્ધુ ચંડીગઢના સેક્ટર 39માં અમરિન્દર સમર્થક સહિત પોતાના સમર્થકો, મંત્રીઓને મળ્યા. સૌથી પહેલા સુખજિંદર સિંહ રંધાવા અને ત્યારબાદ બલબીર સિંહ સિદ્ધુ ત્યારબાદ લાલ સિંહ સાથે મુલાકાત કરી. હાલ તેઓ ગુરપ્રીત સિંહ કાંગડને મળી રહ્યા છે. 

— ANI (@ANI) July 17, 2021

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે તેમના ફાર્મ હાઉસ પર મુલાકાત કરી હતી. નોંધનીય છે કે  પંજાબમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચાલુ છે. પાર્ટી હાલ કેપ્ટન અમરિન્દર સિંહ અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલી તકરાર ખતમ કરવાની કોશિશમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news