બેંગલોરઃ કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા કર્ણાટકમાં 14 દિવસના લૉકડાઉનની (Lockdown in karnataka) જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન કાલ એટલે કે મંગળવારે રાત્રે 9 કલાકથી લાગૂ થશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી છે. તેની સંભાવના પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં લૉકડાઉન દરમિયાન લોકોને સવારે છથી દસ કલાક સુધી ખરીદી કરવાની મંજૂરી હશે. આ સાથે માત્ર મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન વર્કને મંજૂરી રહેશે. લૉકડાઉન દરમિયાન ઇમરજન્સી અને જરૂરી સેવાઓ છોડી બધુ બંધ રહેશે. આ સાથે મુખ્યમંત્રીએ 18થી 45 વર્ષના લોકો માટે ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. 


કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો કેસ થાય દાખલઃ Madras High Court


રવિવારે ઉદ્યોગ મંત્રી જગદીશ શેટ્ટાએ કહ્યુ હતુ, અમે લૉકડાઉનના પક્ષમાં નથી પરંદતુ સ્થિતિ એવી છે કે કોરોના નિયંત્રણમાં લાવવા માટે પ્રતિબંધ લગાવવા પડશે. આપણે સંક્રમણની ચેન તોડવી પડશે. આ 10-12 દિવસની વાત છે. જોઈએ છીએ... એક વાર સંક્રમણના મામલામાં ઘટાડો થાય છે તો પ્રતિબંધો ઓછા કરી દેવાશે. 


10 રાજ્યોમાં છે કોરોનાના 74 ટકાથી વધુ કેસ, કર્ણાટક પણ સામેલ
એક દિવસમાં દેશમાં સામે આવી રહેલા કેસમાં 74.53 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં સંક્રમણના 3,49,691 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,69,60,172 થઈ ગઈ છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube