કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર, હત્યાનો કેસ થાય દાખલઃ Madras High Court
દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus 2nd Wave) માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવતા મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ફટકાર લગાવી છે.
Trending Photos
ચેન્નઈઃ કોરોના વાયરસના વધતા કરેહથી દેશભરમાં હાહાકાર મચેલો છે. આ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) સંક્રમણના પ્રચાર માટે ચૂંટણી પંચ (Election Commission) ને જવાબદાર ઠેરવતા ફટકાર લગાવી છે.
અધિકારીઓ પર ચાલવો જોઈએ હત્યાનો કેસઃ હાઈકોર્ટ
કોોરના સંક્રમણની બીજી લહેર છતાં રાજકીય પક્ષોને ચૂંટણી રેલીની મંજૂરી આવવાને લઈને ચીફ જસ્ટિસ સંજીબ બેનર્જીએ કહ્યુ કે, ચૂંટણી પંચના અધિકારીઓ વિરુદ્ધ હત્યાના આરોપોનો કેસ દાખલ કરવો જોઈએ.
બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદારઃ મદ્રાસ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court) એ કહ્યું, કોરોનાની બીજી લહેર માટે કોઈ એક જવાબદાર છે તો માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે. કોર્ટે કહ્યું, તે જાણવા છતાં કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો નહીં.
30 એપ્રિલ સુધી આપવો પડશે મતગણતરીનો પ્લાન
આ સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને બે મેએ મતગણતરીને લઈને કોવિડ સાથે જોડાયેલી ગાઇડલાઇન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું કહ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, જો પ્લાન નહીં જણાવ્યો તો મતગણતરી પર પ્રતિબંધ લગાવી દેશે. કોર્ટે કહ્યું કે, સ્વાસ્થ્ય સચિવની સાથે મળી ચૂંટણી પંચે 2 મેએ થનાર મતગણતા માટે પ્લાન તૈયાર કરે અને 30 એપ્રિલ સુધી કોર્ટની સામે રજૂ કરે.
4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી
મહત્વનું છે તે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલ અને અસમ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે અન્ય જગ્યાએ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે અને બે મેએ પરિણામ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે