લખનઉ: કાનપુર પોલીસ (Kanpur Police) ઉપર ફરીથી એકવાર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. આ મામલો 13 જુલાઈનો છે જ્યારે ગુમ થયેલા યુવકના પરિજનોએ પોલીસના કહેવા પર અપહરણકર્તા (Kidnapper) ઓને પૈસા આપવાનો નિર્ણય કર્યો હતો. પોલીસને વિશ્વાસ હતો કે બદમાશોને તે પકડી લેશે. પરંતુ બદમાશો પોલીસની સામે જ 30 લાખ રૂપિયાની ખંડણી લઈને રફૂચક્કર થઈ ગયા અને પોલીસ જોતી રહી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ગત 22 જૂનના રોજ કાનપુરમાં એક યુવક ગુમ થઈ ગયો હતો. જેના લગભગ બે અઠવાડિયા બાદ પરિજનો પાસે સતત યુવકને છોડાવવા માટે ખંડણી વસૂલવા માટેનો ફોન આવતો હતો. જ્યારે સમગ્ર વારદાતની જાણકારી પોલીસને કરવામાં આવી તો તેમણે પરિજનોને ખંડણીની રકમ ભેગી કરીને આરોપીઓને આપવા માટે કહ્યું. પોલીસે પરિજનોને વિશ્વાસ અપાવ્યો કે ખંડણીની રકમ આપી દેવા દરમિયાન તેઓ અપરાધીઓને દબોચી લેશે. એકવાર યુવક હેમખેમ પાછો મળી જાય ત્યારબાદ પૈસા વસૂલ કરી લેવાશે. 


ત્યારબાદ પરિજનોએ પોલીસની વાતો પર વિશ્વાસ કર્યો અને 13 જુલાઈના રોજ અપહરણકર્તાઓએ જે જગ્યાએ પહોંચવાનું કહ્યું ત્યાં તેઓ ખંડણીની રકમ લઈને પહોંચી ગયા હતાં. પરંતુ બદમાશો એટલા ખૂંખાર અને ચાલાક નિકળ્યાં કે તેમણે પોલીસને પણ ચકમો આપી દીધો અને પૈસા ભરેલી બેગ લઈને રફૂચક્કર થઈ ગયા અને અપહ્રત યુવકનો કોઈ અતોપત્તો પણ ન મળ્યો. આરોપ છે કે લાપત્તા યુવકના પિતા સાથે આરોપી લગભગ અડધો કલાક  સુધી વાત કરતા રહ્યાં અને છતાં પોલીસ તેને પકડી શકી નહીં. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube