અમદાવાદ: 71 વર્ષના કિરણ બેદીની કારકિર્દીમાં સિદ્ધિઓના અનેક સિતારા છે. તો અનેક વાર તેમને મહત્વાકાંક્ષાઓની રેસમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. કિરણ બેદીના નામે જ્યાં દેશની પહેલી મહિલા ઓફિસર હોવાનું ગૌરવ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુડુચેરીના એલજી કરીકે કિરણ બેદી લગભગ 100 દિવસ પછી નિવૃત થવાના હતા. કિરણ બેદીએ 29 મે 2016ના રોજ પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. આ હિસાબે 29 મે 2021ના રોજ તેમનો કાર્યકાળ પૂરો  થવાનો હતો. પરંતુ તેની વચ્ચે એક મોટા ઘટનાક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ઉપરાજ્યપાલ પદેથી દૂર કરી દીધા. ભારતનું બંધારણ હે છે કે એલજીની નિયુક્તિ ભલે રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે કરે છે. પરંતુ એલજી પદ પોતાના પર ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તેમને રાષ્ટ્રપતિનો વિશ્વાસ હાંસલ હોય છે.

આ તો કેવી કમનસીબી!!! આલીશાન ઘરનું સપનું તૂટી ગયું, જીવનભરની કમાણીને ખાઇ ગઇ ઉધઈ


દેશની પહેલી મહિલા IPS:
71 વર્ષના કિરણ બેદીની કારકિર્દીમાં સિદ્ધિઓના અનેક સિતારા છે. તો અનેક વાર તેમને મહત્વાકાંક્ષાઓની રેસમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. કિરણ બેદીના નામે જ્યાં દેશની પહેલી મહિલા ઓફિસર હોવાનું ગૌરવ છે. આજે પોલીસ યુનિફોર્મમાં મહિલા ઓફિસરો જોવા મળે તે સામાન્ય હોય. પરંતુ કિરણ બેદીએ આ યુનિફોર્મ ત્યારે પહેર્યો હતો જ્યારે પોલીસ ફોર્સમાં માત્ર પુરુષોનો દબદબો હતો.

Farmers Protest: ભાજપે શોધી કાઢ્યો રાકેશ ટિકૈતનો તોડ? અમિત શાહએ બનાવ્યો આ ખાસ પ્લાન


જ્યારે સીનિયરે છોકરી કહીને બોલાવી:
કિરણ બેદી 1972માં યૂપીએસસીની પરીક્ષા પાસ કરીને IPS સિલેક્ટ થયા હતા. IPS બન્યા પછી કિરણ બેદીનો સામનો એક દિવસ એવા સીનિયર સાથે થયો. જેમણે તેને છોકરી કહીને બોલાવી. કિરણ બેદી પહેલાં તો આ સાંભળીને ચોંકી ગયા. પરંતુ તેમણે તરત પોતાને સંભાળતાં આ ઓફિસરને કહ્યું કે સર, મારું એક નામ છે જેને દુનિયા કિરણ નામથી ઓળખે છે. કિરણના જવાબમાં આત્મવિશ્વાસ જોઈને આ ઓફિસરની સ્થિતિ વિકટ બની ગઈ.


પુસ્તકોમાં અંકિત થઈ સફળતાની કહાની:
દેશભરના કિશોર અને યુવકોને કિરણ બેદીના નામ અને કામની જાણકારી GKના પુસ્તકોમાંથી મળી જાય છે. જ્યં લખેલું મળે છે દેશના પહેલા મહિલા આઈપીએસ અધિકારી- કિરણ બેદી. જો કામની વાત કરીએ તો કડક અધિકારી તરીકે કામ કરતાં કિરણ બેદીએ અનેક સિદ્ધિઓ મેળવી. અને જ્યારે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે કાયદો તોડનારા સામે તે જરા પણ ખચકાયા નહીં. દિલ્લી ટ્રાફિકમાં કામ કરતાં તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની કારને ક્રેનથી ઉઠાવી લીધી હતી. તેના પછી તે ક્રેન બેદીના નામથી ઓળખાવા લાગ્યા. તિહાર જેલમાં તહેનાતીના સમયે તેમણે જેલ રિફોર્મ્સ પર ઘણું કામ કર્યું. કેદીઓના કલ્યાણ માટે જેલમાં નશામુક્તિ અભિયાન ચલાવ્યું. તેમના કામથી પ્રભાવિત થઈને તેમને મેગ્સેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

CM KCR ના બર્થડે પર મંદિરમાં ચઢાવવામાં આવી 2.5 કિલો સોનાની સાડી, કરોડોમાં છે કિંમત


દિલ્લીના પોલીસ કમિશનર ન બની શક્યા:
દિલ્લી પોલીસમાં અનેક જવાબદારીઓ સંભાળ્યા પછી કિરણ બેદીએ 2007માં ડાયરેક્ટર જનરલ (બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)ના પદ પરથી રાજીનામું આપીને પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. કહેવામાં આવે છે કે 2007માં કિરણ બેદી દિલ્લી પોલીસ કમિશનર બનવા ઈચ્છતા હતા. પરંતુ ગૃહ મંત્રાલયે કિરણની જગ્યાએ યુદ્ધવીર સિંહ ડડવાલને દિલ્લી પોલીસની કમાન સોંપી દીધી. કિરણ બેદી તેનાથી અત્યંત નારાજ થયા. તેમણે પોલીસ કમિશનરની પસંદગીમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમના મેરિટને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. તેના પછી તેમણે અંગત કારણોનો હવાલો આપીને પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું.

Loan વસૂલવા માટે બનાવ્યો અજીબોગરીબ નિયમ, Underwear ની પણ કરી દેશે હરાજી


અન્ના આંદોલનમાં કેજરીવાલની સાથે:
2007 પછી કિરણ બેદી સામાજિક કામોમાં જોડાઈ ગયા. આ દરમિયાન તે કાયદાકીય સમસ્યાઓને ઉજાગર કરવા ટીવી શો લઈને આવ્યા. 2011માં તે દિલ્લીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે મળીને સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની સાથે લોકપાલ બિલની માગણીને લઈને આંદોલન પર ઉતર્યા. આ આંદોલનને ઘણી લોકપ્રિયતા મળી. તેની પહેલાં કિરણ બેદી કેજરીવાલની સાથે ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન નામની સંસ્થા સાથે જોડાયેલા રહ્યા.


દિલ્લીના CM બનવા ઉતર્યા, પોતાની સીટ પણ ન સાચવી શક્યા:
2012માં અરવિંદ કેજરીવાલે જ્યારે આમ આદમી પાર્ટી લોન્ચ કરી તો કિરણ બેદીના રસ્તે કેજરીવાલથી અલગ થઈ ગયા. 2014ની સામાન્ય ચૂંટણીમાં કિરણ બેદીએ પીએમ પદ માટે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ. 2015માં જ્યારે દિલ્લી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કિરણ બેદીને બીજેપી તરફથી સીએમ ઉમેદવાર પ્રોજેક્ટ કર્યા. કિરણ બેદી પણ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતર્યા પરંતુ કડક પોલીસ અધિકારી કિરણ બેદી લોકોનો વિશ્વાસ જીતી શક્યા નહીં. સીએમ બનવાનું તો દૂર રહ્યું. કૃષ્ણનગરથી તે ચૂંટણી હારી ગયા. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર એસ.કે.બગ્ગાએ 2277 મતથી હરાવી દીધા.

NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન


LG પદથી આવી રીતે વિદાયની આશા ન હતી:
2016માં કિરણ બેદીને અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો. 31 જાન્યુઆરી 2016માં કિરણ બેદીના પતિ બૃજ બેદીનું નિધન થઈ ગયું. તેના પછી મે 2016માં તેમની નિયુક્તિ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કરવામાં આવી. દિલ્લીની ચૂંટણી હાર્યા પછી કિરણ બેદી માટે આ નવી જવાબદારી પડકારજનક હતી. સાથે જ એક રીતે દિલ્લી ચૂંટણીમાં સંઘર્ષ માટે તેમનો રિવોર્ડ પણ કહી શકાય.


દિલ્લી ચૂંટણીમાં પરાજય પછી રાષ્ટ્રપતિ ભવનથી થયેલ આ નિયુક્તિએ તેમનો રાજકીય દરજ્જો ફરી એકવાર વધારી દીધો. કિરણ બેદી માત્ર સાડા ત્રણ મહિના પછી પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાના હતા. તે પુડુચેરીના રાજભવનથી એક સન્માનજનક ફેરવેલની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ સમય પહેલાં તેમના માટે ફરમાન જાહેર થઈ ગયું. એટલે કહી શકાય કે પોલીસની નોકરીમાં અનહદ પ્રેમ અને સન્માન મેળવનારા કિરણ બેદી રાજકારણમાં સફળ થઈ શક્યા નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube