Kisan Andolan Latest Updates: નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 25મો દિવસ છે. કૃષિ કાયદા (Farm Laws) ને પાછા ખેંચવાની પોતાની માગણી પર ખેડૂતો  (Farmers) અડીખમ છે. વાતચીતથી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારના અનેક નેતાઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે વિરોધી પક્ષોના રાજકારણના કારણે આંદોલન થઈ રહ્યું છે. વિપક્ષ ખેડૂતોને ભડકાવે છે. ખેડૂત નેતાઓએ હવે આ વાતનો જવાબ આપ્યો છે. તેમણે આ આરોપ ફગાવ્યો છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) ને પત્ર લખીને કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: કૃષિ કાયદા પર હવે આજથી ખેડૂત vs ખેડૂત, સમર્થનમાં હજારો લોકો કરશે પ્રદર્શન


સમિતિએ પીએમ મોદી અને નરેન્દ્ર સિંહ તોમરને હિન્દીમાં અલગ અલગ પત્ર લખ્યા છે. આ પત્રોમાં કહેવાયું છે કે સરકારની ગેરસમજ છે કે ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને વિરોધ પક્ષો દ્વારા પ્રાયોજિત કરવામાં આવી રહ્યું છે. 


અત્રે જણાવવાનું કે કિસાન સંગઠન તરફથી આ પત્ર એવા સમયે લખાયા છે કે જ્યારે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ત્રણ કાયદા પર ગેરમાર્ગે દોરવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો. સમિતિ એ લગભગ 40 સંગઠનોમાંથી એક છે જે છેલ્લા 23 દિવસથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 


PM Narendra Modi પહોંચ્યા રકાબગંજ ગુરૂદ્વારા, ગુરૂ તેજ બદાદુરના સર્વોચ્ચ બલિદાનને કર્યા નમન


પ્રધાનમંત્રીને લખાયેલા પત્રમાં ખેડૂતોએ કહ્યું કે "સચ્ચાઈ એ છે કે ખેડૂતોના આંદોલને રાજકીય પક્ષોને પોતાના વિચાર બદલવા માટે મજબૂર કર્યા છે અને આપનો (પ્રધાનમંત્રી) આરોપ કે રાજકીય પક્ષો તેને પોષી રહ્યા છે તે ખોટો છે." સમિતિએ પત્રમાં કહ્યું કે "વિરોધ કનારા કોઈ પણ કિસાન યુનિયન અને સમૂહની કોઈ પણ માગણી કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંબંધિત નથી."


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube