નવી દિલ્હી: ચીન (China) ની ઈલેક્ટ્રોનિક આઈટમ હોય કે પછી અન્ય સામાન, સસ્તા થવાના કારણે ભારતીયો પર તેનો જાદૂ છવાયેલો હોય છે. પરંતુ જ્યારે વાત ભારતીય સી ફૂડ (Sea Food) ની આવે તો ચીની લોકો તેના દીવાના થઈ જાય છે. સ્થિતિ એવી છે કે દુનિયામાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જે એડવાન્સ પૈસા આપીને તે મંગાવે છે. અત્રે જણાવવાનું કે ચીનની નાપાક હરકતોના પગલે ભારતમાં ચીનના ઉત્પાદનોના બહિષ્કાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યાં છે. જ્યારે ચીન એવી ડંફાશો માર્યા કરે છે કે તેને તેની કોઈ અસર નહીં પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


ચીની લોકોને ભારતનું સી ફૂડ એટલું બધુ ભાવે છે કે તેઓ તેની પાછળ પાગલ છે. ભારતની સમુદ્રી ઝીંગા માછલી અને કેટલાક અન્ય સમુદ્રી ખાદ્ય પદાર્થો (સી ફૂડ) ચીનીઓને ખુબ પસંદ છે. એટલું બધુ પસંદ છે કે તેઓ તેના માટે 30 ટકા એડવાન્સ પણ આપી દે છે અને જેવો માલ ત્યાં પહોંચી જાય છે કે 100 ટકા પેમેન્ટ પણ થઈ જાય છે. આ જ કારણ છે કે હાલ ભારતથી સી ફૂડ સૌથી વધુ નિકાસ ચીનને જ થાય છે. 


PHOTOS: ચીનના વુહાનથી આવી શોકિંગ તસવીરો, જોઈને આખી દુનિયા સ્તબ્ધ, ફેલાયો ડરનો માહોલ


ચીન હજુ પણ નંબર વન ઈમ્પોર્ટર
મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA)ના અધ્યક્ષ કે.એસ.શ્રીનિવાસનું કહેવું છે કે આમ તો વર્ષ 2019-20 દરમિયાન સી ફૂડની એટલી નિકાસ થઈ શકી નથી જેટલી એક વર્ષ પહેલા થઈ હતી. પરંતુ સારી વાત એ છે કે ચીનમાં અમારી નિકાસ ઝડપથી વધી છે. હાલ જો વોલ્યુમ ટર્મમાં જોઈએ તો વર્ષ 2019-20 ટન સીફૂડ તો ફક્ત ચીનમાં જ ગયુ. તે અમારા કુલ નિકાસનો 25.55 ટકા છે. ત્યારબાદ અમેરિકાનો નંબર આવે છે જ્યાં આ વર્ષે 2,05,178 ટન સીફૂડની નિકાસ થઈ જે ટોટલ નિકાસનો 23.66 ટકા ભાગ છે. 


PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી


વોલ્યુમ પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને મોકલવામાં આવનારા સી ફૂડની માત્રામાં 46.10 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018-19 દરમિયાન ચીનને અમે 2,25,519 ટન સી ફૂડ મોકલ્યું હતું. જે આ વર્ષે વધીને 3,29,497 ટન પર પહોંચી ગયું. જેમાંથી મોટાભાગનું  Frozen Shrimps છે. જેના ભાવ વધારે મળે છે. જો ડોલર પ્રમાણે જોઈએ તો ગત એક વર્ષમાં ચીનને નિકાસમાં 69.47 ટકાનો વધારો થયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube