નવી દિલ્હી: કોરોના કાળમાં કોરોના સાથે લડવું, તેનું નિદાન કરવું, તેની સારવાર કરવી અને અટકાવવો એ મોટો પડકાર છે, તેનાથી વધારે મોટી લડાઈ તેના કારણે ઉદ્ભવતું સંકટ અને તેનાથી મળેલા પડકાર છે. જ્યાં એક બાજુ સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ વિભાગ આ બીમારીનો સામનો કરી રહ્યું છે. તો બીજી તરફ અન્ય મંત્રાલયોનો પ્રયત્ન છે કે, અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન ન પહોંચે. તેમના મંત્રાલયનો નાણાકીય ક્ષેત્ર અટકશે નહીં અને રોજગારીની તકો મળશે. જ્યારે દેશના પગલાં અનલોક-1 તરફ આગળ વધી રહ્યાં છે તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની જવાબદારી વધી જાય છે. કેન્દ્રમાં પશુપાલન અને ડેરી મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા ગિરિરાજ સિંહએ ડાયરેક્ટ વિથ મિનિસ્ટર કાર્યક્રમમાં તેમની વાત કરી હતી. આ સાથે અમે વિગતવાર વાતચીત રજૂ કરી રહ્યાં છીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ: પીએમ મોદીનો આપેલો આત્મનિર્ભરતાનો મંત્ર અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો સંકલ્પ, તેને કેવી રીતે સિદ્ધ કરશો, શું યોજના છે?
જવાબ: જો આપણે ધ્યાનમાં લઈએ તો ડેરી અને પશુપાલનનો આખો વિસ્તાર (ગાય, ભેંસ, બકરી, માછલી) એક રીતે લોકોની ચિંતાનો સૌથી મોટો વિભાગ છે. 15 કરોડ લોકો તેમાં રોકાયેલા છે. પીએમ મોદીએ આપેલા 20 લાખ કરોડના પેકેજમાં, તેમાં અમારા વિભાગનું રોકાણ 53,000 કરોડ છે, જે ઘણા ભાગોમાં વહેંચાયેલું છે. મત્સ્યોદ્યોગને 20,000 કરોડ અને ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 15,000 કરોડ. પ્રાણીઓના રસીકરણ માટે 13,500 કરોડ આપવામાં આવ્યા છે. બ્રીડને વધારવા, બીમારીનો ઉપચાર અને દૂધના પ્રોસેસિંગ માટે પણ ફંડ આપવામાં આવ્યું. અમે દેશના 605 જિલ્લાઓની પસંદગી કરી છે. દરેક જિલ્લાના 300 ગામોમાં બ્રીડ વધારવા માટે ભારત સરકાર નાણાંનો ઉપયોગ કરશે. આગામી સમયમાં જો અમે નિકાસના દ્રષ્ટિકોણથી જોઈએ તો પશુપાલન અને ડેરીમાં 75,000 કરોડનો હિસ્સો છે. 46000 કરોડની નિકાસ અમે ફક્ત માછીમારીમાં કરી છે. મારું માનવું છે કે 2015થી 2020 સુધી પ્રધાનમંત્રીએ આ વિભાગને ઘણું આપ્યું છે જે એક માઇલ સ્ટોન છે. અમે મત્સ્યોદ્યોગને નવી રીતેથી આગળ વધારીશું.


વિમર્શમાં બોલ્યા જનરલ વીકે સિંહ, સિદ્ધિઓથી ભરેલું રહ્યું વર્ષ  


સવાલ: દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ ભારતમાં કોરોના કાળમાં બેરોજગારીનો દર વધવો અને બીજી તરફ તમારા મંત્રાલયના લોકોને રોજગાર પણ આપવો એક મોટો પડકાર છે. લોકોને મહત્તમ રોજગારી મળે તે માટે કોઈ વ્યૂહરચના છે?
જવાબ: તેથી જ તમને કહ્યું હતું કે આ સેક્ટરમાં લગભગ 9 કરોડ લોકો સંકળાયેલા છે. અમે દેશના 605 જિલ્લાઓમાં ડેરી માટે બ્રીડિંગ વધારી રહ્યા છીએ. દુનિયામાં આપણે સૌથી મોટા દૂધ ઉત્પાદક છીએ પરંતુ આપણા પ્રાણીઓ વિશ્વમાં સૌથી નીચા સરેરાશમાં દૂધ આપે છે. અમે તેના માટે બ્રીડને પ્રાધાન્ય આપીએ છીએ. હવે બ્રીડમાં તમે જોશો કે ફક્ત ગાયનો જન્મ થયો છે. હમણાં જ તમે જોયું કે એક મીડિયા હાઉસે મારી મજાક ઉડાવી છે કે એક ગાય વર્ષમાં ઓછામાં ઓછા 30 બચ્ચા કેવી રીતે આપશે. ગાયની ફેક્ટરી હશે, અમે 30 લિટર દૂધ આપતી ગાયનું એમ્બ્રિયો અમે નાખીશું અને તે એક રીતે ફેક્ટરી હશે, પરંતુ લોકોએ મજાક ઉડાવી. મેં કહ્યું, જુઓ આ દુનિયા આગળ વધી રહી છે. આપણે સેરોગેટ માતાનું નામ જાણીએ છીએ. ટેસ્ટ ટ્યુબ તો અમે પણ animal husbandryમાં પ્રાણીઓની સાથે આઈબીએફ invader fertilizer કરવા જઈ રહ્યા છીએ. 


સવાલ: કોરોના કાળમાં મરઘાં ઉછેરનું અફવાને કારણે ખૂબ જ નુકસાન થયું છે. તે કવર કેવી રીતે થઈ રહ્યું છે?
જવાબ: આ વાત સાત્ય છે કે, કોરોના કાળમાં મરઘાં ઉછેરને નુકસાન થયું છે. જે રાહત આપવામાં આવી છે તેનાથી 5 મહિનાની રાહત છે. અમારુ લક્ષ્ય એ છે કે, અમારી પાસે 30 ટકા શેર છે તેને વધારી 50 ટકા કરીશું. આ લો ઇનપુટ બર્ડ જે હશે તેમાં 500થી લઇને 5000 સપુધીની સંખ્યા રાખીશું. માછીમારી ક્ષેત્ર હાલમાં 46,000 કરોડ છે. તેને અમે આગળ લઈ જઈશું ડબલ કરવા માટે અને અમે તેને 2 ગણું 3 ગણું આગળ લઈ જઈશું. કારણ એ છે કે અમે હવે નિર્ણય કર્યો છે કે, માછીમારોને સંપૂર્ણ સુવિધા આપીશું. દરિયાની સાથે સાથે ખારા પાણીમાં જે ખેતી કરે છે ત્યાં લગભગ 12 લાખ હેક્ટર જમીન છે જેમાં અમે પ્રોનની ખેતી કરીએ છીએ, તેમાં પણ વધારો કરીશું. દરિયામાં જે માછીમારો ટ્રેડિશનલ બોટ લઈ જાય છે તેમને મૈકનાઈઝ્ડ બોટ અને જે મેકેનાઈઝ્ડ બોટ લઈ રહ્યાં છે તેમને અપગ્રેડ કરવામાં આવશે.


'ચિંતાની વાત નથી, કોરોના કાળમાંથી પણ બહાર આવી જશું'- જીતેન્દ્ર સિંહ  


સવાલઃ શું એમ માનવામાં આવે કે એમએસએમઈની સાથે-સાથે બીજી વિદેશી કંપનીઓ છે તેના માટે પણ આપણે તૈયાર થશું? શું નાના અને મોટા બંન્ને ઉદ્યોગોને ફાયદો મળવાનો છે?
જવાબઃ ફિશરી સેક્ટરમાં 1947થઈ લઈને 2014 સુધી સેન્ટર એલોકેશન માત્ર 3680 કરોડ છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો પ્રથમવાર બોલા બ્લૂ રિવોલ્યૂશન જેમાં 3000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અહીં અમે કોઈ પર આરોપ લગાવી રહ્યાં નથી. પરંતુ માત્ર 3680 કરોડ 1947થી લઈને 2014 સુધી આપવામાં આવ્યા હતા. એટલે કે લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી આ સેક્ટર એક મોટુ જનઉપયોગી સેક્ટર છે. દક્ષિણ ભારતથી કેટલી માછલી આયાત થઈ રહી છે. 
અમે ઉત્તર ભારત તરફથી એક્સપોર્ટ કરી રહ્યાં છીએ. ભારતની અંદર ચાર રાજ્ય તમારી નજીક છે. પંજાબ હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્દેશ અને રાજસ્થાન જ્યાં પાણી ખારુ થઈ ગયું છે. જમીન ત્યાંની ખેતીની માફક પણ હોતી નથી. હવે તેને એક્સપોર્ટ હબ બનાવવાની યોજના છે. ચારે રાજ્યોથી મળીને એક્સપોર્ટ થશે. અમારી પાસે 22 લાખ હેક્ટર તળાવ છે. હાલ 3.3 ટનની ઉપજ 1 હેક્ટરમાં એવરેજ છે, જેને 5 ટન પર લઈ જવાશે. 40 લાખ હેક્ટર જમીન પર પ્રતિ હેક્ટર 120 કિલોગ્રામ ઉત્પાદન થાય છે. અમે નક્કી કર્યુ કે, આવનારા દિવસોમાં પ્રતિ હેક્ટર જેટલું જળ ક્ષેત્ર છે તેના 5 ટકા અમે એજ, કલ્ચર કરીશું. 


સવાલઃ શું એકવાર ફર બિહારની ચૂંટણી લડાઈમાં સૌથી મોટો મુદ્દો પ્રવાસી મજૂરોને રહેશે? કારણ કે સતત વિપક્ષ કહી રહ્યો છે કે લૉકડાઉનમાં મજૂરોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે?
જવાબઃ મહામારીના સમયમાં પીએમ મોદીએ જે રીતે મેનેજમેન્ટ કર્યું છે. વિપક્ષની પાસે માત્ર ગાળો દેવા સિવાય કોઈ વિકલ્પ નથી. જે વિપક્ષ આજે તાળી વગાળી રહ્યો છે. જ્યારે પ્રધાનમંત્રીએ જનતા કર્ફ્યૂનું કહ્યું હતું તો તેણે મજાક ઉડાવી હતી. આજે ખુશી તે છે કે તાળી ગવાડી રહ્યાં છે. આજે બિહારમાં કોરોના કાળમાં પણ જનતાની સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઉભા રહીને દેખાડી દીધું છે. જે આંકડા ત્યાંના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ મને જણાવ્યા છે, એક ટકાથી પણ ઓછો મૃત્યુદર છે. આ દુખની ઘડીમાં રાજ્ય અને કેન્દ્ર બિહારની સાથે છે. અમિત શાહે બિહારની જનતાને જણાવ્યું કે, અમે 2015માં 1 લાખ 25 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તે પૂરુ થઈ ગયું છે. તેની એક એક પાઈનો હિસાબ અમે આપ્યો છે. ગાળો આપવા વાળા ગાળો આપતા રહેશે. જનતા માલિક છે. જનતા જોઈ રહી છે અને આ ચૂંટણી પણ અમે જીતીશું. મોદી જીના કમ અને બિહાર સરકાર નીતિશ અને સુશીલ મોદીના કામ પર વિશ્વાસ છે. 


વિમર્શમાં બોલ્યા રવિશંકર પ્રસાદ, સરકારની સિદ્ધિઓથી ભરેલું રહ્યું આ વર્ષ


સવાલઃ આ બધા વચ્ચે પ્રવાસી મજૂરોની સ્થિતિ બધાએ જોઈ. શું તેમ ખરેખર થયું કે ક્યાંકને ક્યાંક સમીક્ષામાં કેન્દ્રથી ચૂક થઈ કે રાજ્યોથી કોઓર્ડિનેશનમાં કમી રહી. ક્વોરેન્ટાઈન સેન્ટરથઈ પણ લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શું ખરેખર આમ થયું છે કે કોરોનાએ આપણી નબળાઈને ઉજાગર કરી દીધી?
જવાબઃ નહીં-નહીં જુઓ, કમીઓ તો ઉજાગર થાય છે જ્યારે આવી કોઈ મહામારી આવે છે. એક-એક લાખ, દોઢ-દોઢ લાભ લોકો જ્યારે આવી રહ્યાં છે તો ક્યાંક અસુવિધા પણ થઈ હશે. અસુવિધા થાય છે. બિહાર સરકાર, બિહારના મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રીએ ઘણા એવા કામ કર્યાં છે. તેમણે કહ્યુ કે, ક્યાંય ભૂલ થઈ હશે તો તેની તપાસ કરવામાં આવશે. તપાસ કરીને નિદાન કરવાનો પ્રયાસ કરીશું. જેમ અમને સરકારના ઘણા મંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું. ક્યાં ભૂલ થઈ તે શોધવામાં આવશે. નીતી અને નીયત બંન્ને સારી હોવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર