નવી દિલ્હીઃ કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી હેવાનિયતને લઈને ચિકિત્સય સમુદાયમાં રોષ યથાવત છે. સમાચાર છે કે રેઝિડેન્ટ ડોક્ટર હવે સ્વાસ્થ્ય મંત્રાલયની બહાર અનોખી OPD ખોલવાની તૈયારીમાં છે. બીજીતરફ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કે IMA તરફથી બોલાવવામાં આવેલી હડતાલ રવિવાર સાંજે 6 કલાકે સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ ડોક્ટરોનું પ્રદર્શન હજુ યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMMS અને દિલ્હીની ઘણી હોસ્પિટલોએ ડોક્ટર નિર્માણ ભવનની બહાર 19 ઓગસ્ટથી ઓપીડી સેવાઓ આપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત છે કે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસ આવેલી છે. રેઝિડેન્ટ ડોક્ટર એસોસિએશન તરફથી જારી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં નિર્માણ ભવનની બહાર રસ્તા પર ઓપીડી સેવાઓ આપવાનું શરૂ કરશે.


આ પણ વાંચોઃ કોલકત્તા ડોક્ટર કેસ પર સુપ્રીમ કોર્ટે લીધો સુઓમોટો, ચીફ જસ્ટિસની બેંચ કરશે સુનાવણી


તેમાં કહેવામાં આવ્યું- સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ માટે એક્શન કમિટી અને આરડીએ એમ્સની સામાન્ય સભા સાથે ચર્ચા બાદ સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે હડતાલ યથાવત રહેશે, કારણ કે અમારી માંગ હજુ સુધી પૂરી થઈ નથી. તેમાં ઈલેક્ટિવ ઓપીડી, વોર્ડ અને ઓટી સેવાઓ, આઈસીયુ, ઈમરજન્સી પ્રક્રિયાઓ અને ઈમરજન્સી ઓટી યથાવત છે. રિલીઝમાં કહેવામાં આવ્યું કે રેઝિડેન્ટ ડોક્ટર દર્દીઓ માટે ઓપીડી સેવાઓન માટે નિર્માણ ભવનની બહાર હાજર રહેશે. સાથે હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓ યથાવત રહેશે.


ડોક્ટરોએ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષાની કમી તરફ ઈશારો કર્યો છે. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું- અમે રાષ્ટ્રના હિતમાં અને અમારી શપથ માટે દર્દીઓને સ્વાસ્થ્ય સેવાઓ આપવાનું યથાવત રાખીશું. અમે દેશભરમાં સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષાની કમીનો મુદ્દો ઉજાગર કરવા ઈચ્છીએ છીએ. તેમણે સુરક્ષા માટે સરકાર પાસે તત્કાલ કેન્દ્રીય અધ્યાદેશની અપીલ કરી છે.