પાક. જેલમાંથી મુક્ત થશે કુલભૂષણ જાધવ? આજે ICJ આપશે ચુકાદો
ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે.
નવી દિલ્હી: ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે. પાક. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે સુનાવણી માટે ત્યાં ઘણા કાયદાકીય નિષ્ણાતો પહોંચ્યા છે. મળતા રિપોર્ટ અનુસાર પાકની કાનૂની ટીમનું નેતૃત્વ દેશના મહાન્યાયવાદી મંસૂર ખાન કરશે. ત્યારે આ ટીમની સાથે પાક. વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલ પણ હેગ પહોંચ્યા છે.
વધુમાં વાંચો:- બિહાર પૂરઃ સરકાર પૂર પીડિત દરેક પરિવારને આપશે 6000, નીતિશ કુમારની જાહેરાત
કુલભૂષણ જાધવ કેસમાં આજે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ આ મામલે ચુકાદો આપશે. હાલ કુલભૂષણ જાધવ પાકિસ્તાનના કબજામાં છે. જો કે, અત્યાસ સુધીનો ઘટનાક્રમ જોઇએ તો એપ્રિલ 2017માં પાકની સૈન્ય કોર્ટે કુલભૂષણ જાધવને મોતની સજા ફટકારી હતી. જેમાં વિએના સંધિનો ભંગ થતો હોવાનો મુદ્દો ઉઠાવી ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં આ મામલાને પડકાર્યો હતો. બાદમાં મે મહિનામાં ઇન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણની મોતની સજા પર રોક લગાવી દીધી હતી. ડિસેમ્બર 2017માં કુલભૂષણના પત્ની અને માતા તેને પાકિસ્તાનમાં જઇને મળ્યા હતા. ત્યારબાદ ચાલુ વર્ષે 18મી થી 21મી ફેબ્રુઆરી સુધીમાં ભારત અને પાક બંનેએ હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટમાં દલીલ કરી હતી.
વધુમાં વાંચો:- આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ
માર્ચ 2016માં કરી હતી જાધવની ધરપકડ
તમે જણાવી દઇએ કે, પાક.નું કહેવું છે કે, ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવ એક બિઝનેસ-મેન નથી પરંતુ જાસૂસ છે. પાકે. 3 માર્ચ 2016ના રોજ જાધવની ધરપકડ કરી હતી. ત્યારબાદ એપ્રિલ 2017માં પાક.ની કોર્ટે જાધવને મોતની સજા ફટકારી હતી. પરંતુ મે 2017માં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ મામલાને પડકાર આપ્યો છે.
વધુમાં વાંચો:- મૈસુરઃ તળાવના ખોદકામમાં નિકળી ભગવાન શિવના વાહન નંદીની પ્રાચીન પ્રતિમાઓ
જાધવના મિત્રો માગી રહ્યા છે દુવા
તમને જણાવી દઇએ કે, કુલભૂષણ જાધવનું ઘર મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં આવેલું છે. જ્યાં બુધવારે તેમના મિત્રોએ ભેગા થઇને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં તેમના હિંદૂ અને મુસ્લિમ મિત્રો પૂજા, પ્રાર્થના અને નમાજ અદા કરશે. કેન્ડલ્સ સળગાવશે અને જાધવની જેલ મુક્તિના પ્રતિક તરીકે કબુતરને આઝાદ કરશે. જાધવના મિત્ર અરવિંદ સિંહે જણાવ્યું કે, જાધવના ગયા પછી એક ઝુંબેશની જેમ અમે ભારત સરકાર પાસે જાધવની જેલ મુક્તિનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. કુલ 6થી 7 મિત્રોએ ભેગા મળીને ઝૂંબેશ શરૂ કરી હતી. ધીરે ધીરે આ દેશની ઝૂંબેશ બેની ગઇ. તેઓ ઘણા ખુશ છે કે, ભારત સરકારે આ મામલાને ઇન્ટરનેશનલ કોર્ટમાં પડકાર્યો અને આજે આ મામલો અમારા પક્ષમાં આવતો જોવા મળી રહ્યો છે.
વધુમાં વાંચો:- છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં નિમાયા નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ મહાનુભાવો
મિત્રોને છે જાધવની જેલ મુક્તિની રાહ
જાધવના મિત્રો તેની જેલ મુક્તિ અને માદર વતને પરત ફરે તેની રાહ જોઇ રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે, ચુકાદો તેમના હકમાં આવશે. જાધવના મિક્ષો અને સમર્થકોનું માનવું છે કે, જે રીતે ભારત સરકારે આ સમગ્ર મામલે ઇન્ટરનેશન કોર્ટમાં દલિલો કરી છે. તેનો ચૂકાદો જાધવની જેલ મુક્તિનો જ આવશે. આ કારણ છે કે, જાધવના સપોર્ટ્સમાં મુંબઇમાં તેના ઘર પાસે એકજૂટ થઇ તેની જેલ મુક્તિની ઉજવણી કરતા સંપૂણ તૈયારીઓ કરી છે.
જુઓ Live TV:-