આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ

આસામમાં મંગળવારે પણ પૂરની સ્થિતિ વણસેલી રહી. રાજ્યના 33માંથી 32 જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યાં છે અને કાઝિરંગા નેશનલ પાર્કનો 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે 
 

આસામ પૂરઃ 15નાં મોત, 43 લાખ લોકો પ્રભાવિત, કેન્દ્રએ આપ્યા 251 કરોડ

ગૌહાટીઃ આસામમાં મંગળવારે પણ પૂરની સ્થિતિ વણસેલી રહી. રાજ્યના 33માંથી 32 જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યાં છે અને કાઝિરંગા નેશનલ પાર્કનો 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આ પુરમાં અત્યાર સુધી 15 લોકોનાં મોત થયા છે અને 43 લાખ લોકોથી વધુ પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂરની ગંભીર સ્થિતિને જોતાં કેન્દ્ર સરકારે રૂ.251.55 કરોડની તાત્કાલિક સહાય રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ફંડને ફાળવી છે. 

આસામના આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, સોનિતપુર, ગોલાઘાટ, જોરહાટ, બાક્સા, ડીબ્રુગઢ, નલબારી, હોજાઈ, મોરીગાંવ, લખીમપુર, દારંગ, નાગાંવ અને અન્ય જિલ્લાઓમાં પૂરના પાણીના કારણે સડકો, પૂર અને અન્ય માળખાકિય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. 

— ANI (@ANI) July 16, 2019

રાજ્યમાં પૂરમાં ફસાયેલા લોકોના રાહત-બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 15 ટૂકડીઓ કામે લાગેલી છે. તેમની ટૂકડીમાં 38 ડાઈવર્સ છે અને 48 આઈઆરબી બોટ પણ રાહત-બચાવ કાર્યમાં કામે લાગેલી છે. 

આસામની સાથે-સાથે બિહારમાં પણ પરિસ્થિતિ વણસેલી છે. રાજ્યના 12 જિલ્લાના 25 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. બિહારમાં અત્યાર સુધી પૂરમાં 31 લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. નદીઓમાં પાણીનું સ્તર હજુ પણ વધી રહ્યું હોવાના કારણે લોકો પોતાનાં ઘર છોડીને રાહત છાવણીમાં રહેવા માટે મજબૂર બન્યાં છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news