બિહાર પૂરઃ સરકાર પૂર પીડિત દરેક પરિવારને આપશે 6000, નીતિશ કુમારની જાહેરાત

બિહારના 12 જિલ્લામાં 25 લાખથી વધુ વસ્તી પુરથી પ્રભાવિત છે અને રાજ્યમાં મોટાપાયે નુકસાન થયું છે 
 

બિહાર પૂરઃ સરકાર પૂર પીડિત દરેક પરિવારને આપશે 6000, નીતિશ કુમારની જાહેરાત

પટનાઃ બિહારમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવેલી છે. રાજ્યના 12 જિલ્લામાં 25 લાખથી વધુની વસ્તી પૂરથી પ્રભાવિત થઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મધુબની, દરભંગા, સીતામઢી, શિવહર અને પૂર્વ ચંપારણ જિલ્લાની છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યા પછી વિધાનસભામાં વક્તવ્ય આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, બિહારના ખજાના પર સૌથી પહેલો હક આપત્તીથી પ્રભાવિત લોકોનો છે. સરકાર દરેક પીડિત પરિવારને રૂ.6,000ની આર્થિક સહાય આપશે અને આ મદદ સીધા તેમના ખાતામાં જમા થશે. 

નીતિશ કુમારે જણાવ્યું કે, પૂર પીડિતોની મદદ માટે સરકારે જે કોઈ પગલાં લેવા પડશે તે સરકાર ભરશે. દરેક જિલ્લામાં આપત્તિ નિયંત્રણ કન્ટ્રોલ રૂમ ઊભા કરાયા છે. રાજ્ય સ્તરે પણ એક કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્ય સચિવ ઓફિસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મુખ્ય સચિવના કાર્યાલયથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નેપાળમાં પાંચથી છ ગણો વરસાદ થવાના કારણે આ પુર આવ્યું છે. વર્ષ 1987 પછી પૂરના પાણીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. નેપાળની લાલબકેયા, બાગમતી અને અધવારા સમુહની નદીઓમાં પાણી આવ્યું છે. લોકોને રાહત પહોંચાડવા 1000થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને 1.05 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

રાજ્યમાં 300થી વધુ સડકોનું ધોવાણ થયું છે. પૂરના પાણી ઓસર્યા પછી આ સડકોનું નિર્માણકાર્ય તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. જે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે તેમને કૃષિ ઈનપુટ સબસિડી આપવામાં આવશે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news