દિસપુર: એકબાજુ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે ત્યારે પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્થિતિ એવી છે કે બિલનો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. આસામની રાજધાની દિસપુરમાં પ્રદર્શનકારીઓએ એક બસ બાળી મૂકી છે. અનેક જગ્યાઓ પર રસ્તા જામ કર્યા છે. વિરોધ પ્રદર્શનના પગલે રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ (Sarbananda Sonowal)  ગુવાહાટી એરપોર્ટ પર ફસાઈ ગયા હતાં. હકીકતમાં આસામના લોકોને લાગે છે કે આ બિલ તેમના અસ્તિત્વ માટે મોટો પડકાર છે. હાલમાં જ જાહેર કરાયેલી NRCમાં National Register For Citizenમાં રાજ્યના 19 લાખ લોકોના નામ શામેલ નહોતા. આમાં લગભગ 11 લાખ હિંદુઓનો સમાવેશ થાય છે. આસામમાં પ્રદર્શન કરી રહેલા લોકોની દલીલ છે કે નાગરિકતા સંશોધન બિલ પસાર થવાથી 11 લાખ હિંદુ પણ દેશના નાગરિક બની જશે અને આસામમાં જ રહેશે. આના કારણે તેમના રોજગારના અવસરમાં ઘટાડો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં 17 સીટ પર મતદાન શરૂ 


1947માં દેશનું વિભાજન ધાર્મિકતાના આધારે થયું હતું. જોકે એક હકીકત એ પણ છે કે મુસ્લિમોની મોટી વસતિ ભારતમાં જ રહી ગઈ હતી જ્યારે પાકિસ્તાનમાંથી પણ મોટી સંખ્યામાં હિંદુ ભારત આવી ગયા હતા. આ દરમિયાન સીમાની બંને તરફ તોફાનો થયા હતા. આ તોફાનો રોકવા માટે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન વચ્ચે 1950માં એક સમજૂતિ થઈ હતી જેને નેહરુ-લિયાકત સમજૂતિ કહેવાય છે. જોકે આ સમજૂતિથી કોઈ ફાયદો નહોતો થયો. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી બિન મુસ્લિમ શરણાર્થીઓ સતત ભારત આવતા રહ્યા છે. આ સંજોગોમાં Republic તરીકે ભારત હંમેશા લઘુમતિઓના હિતની રક્ષા કરતું રહ્યું છે જ્યારે એક ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં લઘુમતિઓની હાલત સતત ખરાબ થઈ રહી છે. 


નેહરુ-લિયાકત સમજૂતિ


  • 1. પ્રવાસીઓને વિસ્થાપન દરમિયાન સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે અને તેઓ પોતાની સંપતિના વેચાણ માટે સુરક્ષિત રીતે બીજી જગ્યાએ જઈ શકશે. 

  • 2. જે મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે તેમને તેમના પરિવાર પાસે મોકલવામાં આવશે અને અવૈદ્ય રીતે કબજો કરાયેલી સંપત્તિ પરત કરવામાં આવશે. 

  • 3. જબરદસ્તી ધર્મ પરિવર્તન અવૈદ્ય હશે. લઘુમતિઓને સુરક્ષાના અધિકાર મળશે.

  • 4. બંને દેશ યુદ્ધને ભડકાવનારા તત્વોને બિલકુલ પ્રોત્સાહન નહીં આપે. 


Ayodhya case : 5 જજોની બેન્ચ આજે 18 પુનર્વિચારની અરજી પર કરશે સુનાવણી 


1947માં આઝાદી મળ્યા પછી પાકિસ્તાનમાં હિંદુઓને આગળ વધવાની કોઈ તક નથી મળી પણ ભારતમાં મુસ્લિમોને દરેક ફિલ્ડમાં આગળ વધવાની તક મળી છે અને સફળતા પણ મળી છે કારણ કે તેમની સાથે કોઈ ભેદભાવપૂર્ણ વર્તન નથી કરાયું. છેલ્લા 72 વર્ષમાં ભારતમાં 3 મુસ્લિમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્યા. 4 મુસ્લિમ ભારતના મુખ્ય ન્યાયધિશ બની ચૂક્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ એક મુસ્લિમ મહિલા હતી. આ સિવાય મુસ્લિમ ભારતની ગુપ્તચર એજન્સી Intelligence Bureauના બ્યુર રહી ચૂક્યા છે. આ સિવાય બોલિવૂડમાં અનેક મુસ્લિમ સ્ટાર્સ છે. ભારતમાં ક્રિકેટર તરીકે મંસૂર અલી ખાન પટૌડી સહિત અનેક મુસ્લિમ ખેલાડીઓએ મજબૂત સ્થાન બનાવ્યું છે. મોહમ્મદ અઝહરુદ્દીન તો ભારતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.  


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube