નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (11 ફેબ્રુઆરી) યૂપીના પ્રવાસ પર છે. સોમવાર સવારે પીએમ મોદી નોઇડામાં આયોજીત એક્સપો માર્ટમાં 13મી આંતરરાષ્ટ્રીય તેલ-ગેમ્સ સન્મેલન અને પેટ્રોટેક-2019 પ્રદર્શનનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા છે. તે દરમિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામનાયક પણ હાજર રહેશે. ત્યાં પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે દેશમાં 100 ટકા વિદ્યુતીકરણનું અમારું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે ભારત દુનિયામાં ઝડપથી ઉભરતી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ ક્ષેત્રની મુખ્ય એજન્સિઓ જેમ કે આઇએમએ અને વર્લ્ડ બેંકની પણ ભવિષ્યમાં આવી જ સંભાવના દર્શાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં તેમણે કહ્યું કે, ભારત વર્તમાન સમયમાં દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર 2030 સુધી ભારત દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. અમે દુનિયામાં ઉર્જા વપરાશના મામલે હાલના સમયમાં ત્રીજા સ્થાન પર છીએ. ઉર્જાની માગ વર્ષના 5 ટકાના દરથી વધી રહી છે.


કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે અમે દેશની જનતાને સ્વચ્છ ઉર્જા ઉપલબ્ધ કરવા ઇચ્છીએ છે. દરેકને મળી રહે તેવી ઉર્જા જ દેશના વિકાસનું મુખ્ય કારણ છે. દુનિયાભરના દેશ જળવાયુ પરિવર્તનથી લડવા માટે એકજૂટ થઇ રહ્યાં છે. અમે તે દોરમાં પ્રવેશ કરી રહ્યાં છીએ. જ્યાં મોટા પ્રમાણમાં ઉર્જા ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે લોકોને સ્વચ્છ અને સતત ઉર્જા મળવી જોઇએ.


વધુમાં વાંચો: જમ્મૂ-કાશ્મીર: ઉરીમાં ફરી એકવાર હુમલાની તૈયારીમાં હતા આતંકવાદી, સેનાએ નિષ્ફળ કર્યું ષડયંત્ર


પીએમ મોદી વૃંદાવનમાં અક્ષયપાત્ર કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાં પીએમ મોદી અક્ષય પાત્ર ફાઉન્ડેશન કાર્યક્રમ અંતર્ગત વંચિત વર્ગના બાળકોને 3 અબજ થાળી પીરસશે. ગૌતમબૂદ્ધ નગરના મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર મિશ્રાએ જમાવ્યું કે ઉત્તર પ્રદેશ શાસનથી ગુરૂવાર સાંજે પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમની સૂચના મળ્યા બાદ યાત્રા સાથે જોડાયેલી તૈયારી કરી લીધી છે. તેમણે જણાવ્યું કે શાસનથી પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરી પેટ્રોટેક-2019 પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.


વધુમાં વાંચો: મહાસચિવ બન્યા બાદ પહેલી વખત યૂપીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, લખનઉમાં કરશે રોડ શો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન કાર્યક્રમ અંતર્ગત વંચિત વર્ગના બાળકોને 3 અબજ થાળી પીરસશે. આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના નિયામક (મીડિયા) ભરત દાસે પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રી મિડ-ડે ભોજન યોજના અંતર્ગત સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) અક્ષય પાત્ર ફાઉન્ડેશનની 3 અબજ થાળી પોતાના હાથે બાળકોને પીરસશે. આ સાથે જ અક્ષય પાત્ર ફાઉન્ડેશન મિડ-ડે ભોજન યોજના અંતર્ગત ભોજનની 3 અબજ થાળી પરોસવાનો રેકોર્ડ નોંધાવશે.


વધુમાં વાંચો: પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે


તેઓ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં અક્ષય પાત્રની 3 અબજ ભોજન થાળી સેવાને ચિહ્નિત કરવા માટે તકતીનું અનાવરણ કરશે અને વંચિત વર્ગના સ્કૂલના બાળકોને ભોજન પીરસશે. મોદી ઇસ્કોનના આચાર્ય શ્રીલ પ્રભુપાદના વિગ્રહમાં પણ પુષ્પાંજલિ અર્પણ કરશે.


વધુમાં વાંચો: સરકાર આવતી જતી રહે છે મોદીના વફાદાર અધિકારીઓ પર અમારી નજર: કોંગ્રેસની ધમકી


આ કાર્યક્રમમં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર, યોગી સરકારમાં કેબિનેટ મંત્રી શ્રીકાંત શર્મા, મથુરાથી સાંસદ હેમા માલિની સહિત સરકારના કેટલાક અન્ય મંત્રી પણ હાજર રહેશે. અક્ષય પાત્રના નિયામકે જણાવ્યું કે વર્ષ 2012માં સંસ્થાએ 1 અબજ થાળી પીરસવાનો કોર્યક્રમ આયોજીત કર્યો હતો જ્યારે 2016માં 2 અબજ થાળી પીરસવાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
(ઇનપુટ એજન્સીથી)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...