EDની ઓફિસે પહોંચ્યા રોબર્ટ વાડ્રા, આજે ત્રીજી વખત થશે પૂછપરછ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાથી ઇડીએ ગુરૂવારે 9 કલાક સુધી સતત બીજા દિવસે પૂછપરછ કરી હતી. વાડ્રા પર આરોપ છે કે તેમણે ગેરકાયદે સંપત્તિ ખરીદીને મની લોન્ડ્રિંગ કર્યું છે.
નવી દિલ્હી: લંડનમાં કથિત રીતે મની લોન્ડ્રિંગ કરી સંપત્તિ ખરીદવાના આરોપનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાથી ઇડી આજે (9 ફેબ્રુઆરી) ફરી પૂછપરછ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાથી ઇડીએ ગુરૂવારે 9 કલાક સુધી સતત બીજા દિવસે પૂછપરછ કરી હતી. વાડ્રા પર આરોપ છે કે તેમણે ગેરકાયદે સંપત્તિ ખરીદીને મની લોન્ડ્રિંગ કર્યું છે.
વધુમાં વાંચો: 2થી વધારે બાળકોવાળા વ્યક્તિઓ નહીં લડી શકે ચૂંટણી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
સત્તાવાર સુત્રોનું કહેવું છે કે વાડ્રા ગુરૂવારે (7 ફેબ્રુઆરી) તપાસમાં ફરી એટલા માટે સામેલ થવું પડ્યું કેમક તેમને બ્રિટનમાં કથિત રીતથી નિશ્ચિત સંપત્તિ ખરીદવાના સંબંધમાં અને સવાલ પૂછવાના હતા. માનવામાં આવે છે કે વાડ્રાનું ‘સામનો’ તે દસ્તાવેજોથી કરવવામાં આવ્યો જે એજન્સીએ મામલેની તપાસ દરમિયાન જપ્ત કર્યા છે. તેમાં ફરાર સંરક્ષણ ડીલર સંડજ ભંડારીથી જોડાયેલા દસ્તાવેજ પણ છે.
રાજસ્થાન: અનામતની માગના બીજા દિવસે પણ ગુર્જર આંદોલન શરૂ, 7 ટ્રેનનો રૂટ બદલાયો
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે વાડ્રાએ આ કેસના તપાસ અધિકારી સાથે દસ્તાવેજો વહેંચ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે તેઓ વધુ દસ્તાવેજો પ્રાપ્ત કરશે ત્યારે તેઓ પણ શેર કરવામાં આવશે. વાડ્રાથી 6 ફેબ્રુઆરી આ મામલે પહેલી વખત 5:30 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. વાડ્રાની તરફથી હાજર વકીલે બુધવાર રાત્રે કહ્યું કે તેમને પૂછવામાં આવેલા દરેક સવાલના જવાબ આપ્યા છે.
વધુમાં વાંચો: તમે પણ તમારી પોતાની Post Office ખોલી શકો છો, જાણો કેવી રીતે...
વાડ્રા ગુરૂવાર સવારે એસયૂવ કારથી મધ્ય દિલ્હીના જામનગર હાઉસ સ્થિત ઇડી કાર્યલય પહોંચ્યા હતા. તેના એક કલાક પહેલા તેમના વકિલોની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. બે કલાકની પૂછપરછ બાદ તેઓ બપોરે ભોજન માટે નીકળ્યા અને લગભગ એક કલાક બાદ પૂછપરછ માટે ફરી પહોંચ્યા હતા. આ મામલે લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્કવાયર પર 19 લાખ પાઉન્ડની સંપત્તિની ખરીદીમાં કથિત રીતથી મની લોન્ડરિંગના આરોપથી સંબંધિત છે. આ સંપત્તિ કથિત રીત પર રોબર્ટ વાડ્રાની છે.
વધુમાં વાંચો: ઇટાનગરમાં બોલ્યા PM મોદી- 4 વર્ષમાં અરૂણાચલમાં દરેક પરિવાર સુધી પહોંચી વીજળી
આ તપાસ એજન્સીને કોર્ટને એ પણ કહ્યું હતું કે તેમને લંડનની ઘણી નવી સંપત્તિઓ વિશે જાણકારી મળી છે જે વાડ્રાની છે. તેમાં 50 અને 40 લાખ પાઉન્ડના બે ઘર તથા 6 અન્ય ફ્લેટ તેમજ અન્ય સંપત્તિઓ છે. વાડ્રાએ ગેરકાયદે વિદેશી સંપત્તિથી જોડાયેલા આરોપોને નકાર્યા છે અને આરોપ લગાવ્યો છે કે રાજકીય હિત હાંસલ કરવા માટે તેમને ‘હેરાન’ કરવામાં આવી રહ્યાં છે.
વધુમાં વાંચો: શિલાંગમાં CBIના ઓફિસર પહોંચ્યા કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર, થશે પૂછપરછ
વાડ્રાના વકિલે ટીએસ તુલસીએ ગુરૂવારે ઇડી કાર્યલની બહાર પત્રકારોને કહ્યું કે તેમના ક્લાઈન્ટને કોઇ કૌભાંડ કર્યું નથી. આ મામલે તપાસ અધિકારી સહિત ત્રણ ઇડી અધિકારીઓની એક ટીમ આ બે દિવસમાં વાડ્રાથી લગભગ બે ડર્ઝન સવાલ કર્યા છે.
PM રહેવા દરમિયાન મે શું કર્યું તે સંસદમાં અંતિમ વખત જણાવવા માંગુ છું: દેવગોડા
ઇડીની સામે વાડ્રાની હાજરી રાજકીય રંગ લીધો છે. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી નિમણૂક કરવામાં આવેલી તેમની પત્ની બુધવારે તેમની સાથે ઇડી કાર્યાલય સુધી આવ્યા હતા. ત્યારબાદ તેમણે કોંગ્રેસની મુખ્ય ઓફિસમાં તેમનું નવું પદ ગ્રહણ કર્યું હતું.
પ્રિયંકાએ બુધવારે કહ્યું હતું કે, તેઓ મારા પતિ છે, તેઓ મારો પરિવાર છે... હું મારા પરિવારની સાથે ઉભી છું. આ પહેલીવાર છે જ્યારે વાડ્રા શંકાસ્પદ નાણાકીય લેણ-દેણના આરોપાના મામલે કોઇ તપાસ એજન્સીની સમક્ષ હાજર થયા છે.