PM રહેવા દરમિયાન મે શું કર્યું તે સંસદમાં અંતિમ વખત જણાવવા માંગુ છું: દેવગોડા

દેવગોડાએ જે પ્રકારે જણાવ્યું કે આ તેમનું સંસદમાં અંતિમ સત્ર છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હવે દેવગોડા નિવૃતી જાહેર કરી શકે છે

PM રહેવા દરમિયાન મે શું કર્યું તે સંસદમાં અંતિમ વખત જણાવવા માંગુ છું: દેવગોડા

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાએ શુક્રવારે તેમ કહેતા આગામી ચૂંટણી નહી લડવાનો સંકેત આપ્યો કે આગામી  અઠવાડીયે વચગાળાના બજેટ અંગે જ્યારે લોકસભામાં ચર્ચા થશે ત્યારે તેમને સંસદમાં સંભવત પોતાનુ અંતિમ ભાષણ આપવા માટે પુરતો સમય મળવાની આશા છે. જનતા દળ (સેક્યુલર) પ્રમુખે આ વાત અંગે નાખુશી પણ વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સાત ફેબ્રુઆરીના રોજ તેમને લોકસભા અધ્યક્ષ સુમિતા મહાજનને અપીલ કરવા છતા સદનમાં બોલવા માટે પુરતો સમય નથી આપવામાં આવ્યો. 

85 વર્ષીય દેવગોડાએ કહ્યું કે, તેઓ પોતાના અંતિમ ભાષણ પુર્ણ કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી પણ નિચલા સદનમાં તેની ફાળવણી સમયમાંથી થોડો સમય તેમને આપવા માટે અપીલ કરશે. તેમણે કહ્યું કે, હું નિરાશ છું. હું (રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પોતાનાં ભાષણથી) સંતુષ્ટ નથી. હું માત્ર 6 મિનિટ જ બોલ્યો હતો કે અધ્યક્ષે મને ભાષણ સમાપ્ત કરવા માટે ટોક્યો. ત્યાર બાદ પણ હું થોડા સમય સુધી બોલ્યો પરંતુ હું સંતુષ્ટ નથી. 

દેવગોડાએ કહ્યું કે, તેમણે લોકસભા અધ્યક્ષને વચગાળાનાં બજેટ અને રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમને બોલવા દેવામાં આવે તે અંગે વિશેષ અપીલ કરી હતી. કારણ કે તેઓનું સંસદમાં કદાચ આ અંતિમ ભાષણ હશે. 

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, મે વ્યક્તિગત્ત રીતે ક્યારે કોઇની આલોચના નથી કરી. મે કોઇની આપોલના કરવા માટે નહી પરંતુ બોલવા માટે સમય માંગ્યો. મે 320 દિવસ સુધી દેશ પર શાસન કર્યું અને આ દેશનાં લોકો નથી જાણતા કે મે શું કર્યું. એક માત્ર ઇરાદો તે વાતોને વહેંચવાનું હતું કે જ્યારે હું વડાપ્રધાન હતો. ત્યારે મે શું કર્યું, કારણ કે કદાચ હું ફરીથી સંસદ ન આવી શકું. દેવગોડાએ 1996-97માં કેન્દ્રમાં દસ મહિના સુધી ગઠબંધન સરકાર ચલાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news