શ્રીનગર : રમજાનનાં પવિત્ર મહિનામાં કાશ્મીરમાં એક તરફી સીઝફાયરથી આતંકવાદ વિરોધી અભિયાન એક તરફથી અટકાવી દેવાયું છે. જો કે બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનોમાં સ્થાનિક યુવકોની ભરતી વધી ગઇ છે. સુરક્ષા એજન્સીઓનાં અનુસાર 80 કરતા વધારે સ્થાનીક યુવાનો આતંકવાદી સંગઠન સાથે જોડાઇ ચુક્યા છે. એટલું જ નહી સુરક્ષા એજન્સીઓનાં અનુસાર એલઓસી પર અલગ અલગ તરફથી ઘુસણખોરીનાં પ્રયાસો પણ કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓએ કહ્યું કે સાઉથ કાશ્મીરનાં આતંકવાદથી વધારે પ્રભાવિત શોપિયા અને પુલવામા જિલ્લાથી વધારે યુવાનો ISIS- કાશ્મીર અને અસંર ગજવાત ઉલ હિંદ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાઇ રહ્યા છે. મે મહિનામાં 20 યુવકોએ આતંકવાદી સંગઠનો જોઇ કર્યા. તેમાં ગાંદરબલનાં યુવક રઉફનો પણ સમાવેશ થાય છે જે સરકારી પોલિટેકનીકનાં ચોથા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. 

અધિકારીઓનાં અનુસાર આઇપીએસ ઓફીસર ઇનામુલહકનો ભાઇ અને એક યુનાની ડોક્ટર પણ શોપિયા જિલ્લામાંથી ગાયબ થયા છે. આ લોકો પણ આતંકવાદી સંગઠનમાં જોડાયા હોવાનું મનાઇ રહ્યું છે. એપ્રીલના અંત સુધીમા આ આંકડો 45 સુધી પહોંચી ચુક્યો હતો. અધિકારીઓનાં અનુસાર ત્યાર બાદ આ જિલ્લામાં 16 અન્ય યુવકો ગાયબ થયા હતા. હાલ તેની તપાસ થઇ રહી છે કે તેઓ આતંકવાદી સંગઠનોનો હિસ્સો બને કે નહી. 

અધિકારીઓનાં અનુસાર 2018નું વર્ષ આતંકવાદી સંગઠનો સાથે જોડાનાર યુવાનો બાબતે સૌથી ખરાબ વર્ષ થવા જઇ રહ્યું છે. કારણ કે આ વર્ષે મે સુધીમાં 81 યુવકો આતંકવાદી સંગઠનો સાથે જોડાઇ ચુક્યા છે. 2017માં 126 યુવાનો હતો.