નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે દેશમાં જારી લૉકડાઉન (Lockdown)ના ત્રીજો તબક્કો 17 મે એટલે કે આજે સમાપ્ત થઈ રહ્યો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર પાસેથી મળેલા સંકેત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે લૉકડાઉન 4.0 શરૂ થશે, જે 31 મે સુધી ચાલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લૉકડાઉન 4.0 (Lockdown 4.0) વિશે ગૃહ મંત્રાલય આજે કોઈપણ સમયે નવી ગાઇડલાઇન જારી કરી શકે છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લૉકડાઉન વધારવાનો સંકેત પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં આપી ચુક્યા છે. પરંતુ પીએમે તે પણ કહ્યુ હતુ કે લૉકડાઉન 4 સંપૂર્ણ રીતે નવુ હશે, તેમાં ઘણા પ્રકારના ફેરફારની સાથે  છૂટ આપવામાં આવશે. 


કોવિડ 19: દેશમાં સંક્રમિતોની સંખ્યા 90,000ને પાર, પ્રવાસી મજૂરોની સાથે ગામડાઓ સુધી પહોંચ્યો કોરોના  


શું-શું હોઈ શકે છે લૉકડાઉન 4.0માં
- નાગરિકોએ સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ખુદ ધ્યાન રાખવું પડશે
- લૉકડાઉન 4.0માં અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવશે
- કેન્દ્ર તરફથી રાજ્યોને છૂટ આપી શકાય છે
- ગ્રીન ઝોનમાં પ્રવાસ અને ઉદ્યોગોને છૂટ મળી શકે છે
- સાથે ગ્રીન ઝોનમાં બસ અને ટેક્સી ચલાવવાને મંજૂરી મળી શકે છે
- પ્રવાસી ટ્રેન હાલ શરૂ થશે નહીં
- પરંતુ સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક ટ્રેન પહેલાની જેમ શરૂ રહેશે અને સંખ્યા તથા રૂટ વધારવામાં આવશે
- 18 મેથી કેટલાક રૂટ પર ડોમેસ્ટિક એરલાઇન સેવા પર પણ વિચાર થઈ શકે છે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર