નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સતત વધી રહેલા કેસને ધ્યાને રાખીને સરકારે આજે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ત્રણ દિવસનાં પુર્ણ લોકડાઉન દરમિયાન જરૂરી સામાનની દુકાનો પુરવઠ્ઠો યથાવત્ત રહેશે. મળતી માહિતી અનુસાર 10-12 જુલાઇ સુધીમાં રાજ્યમાં સ્વચ્છતા અને સૈનિટાઇઝેશનનાં અભિયાન ચલાવવામાં આવશે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 13 જુલાઇની સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ કાર્યાલય, બજાર, કારખાનાઓ બંધ રાખવાનાં આદેશ મુખ્ય સચિવ આર.કે તિવારીએ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-ચીન તણાવ વચ્ચે વાયુસેનાને અપાચે હેલિકોપ્ટર મળ્યાં, ચિનુક પણ થયા ડિલીવર

મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન 11-12 જુલાઇનાં તમામ ધાર્મિક સ્થળ ખુલ્લા રહેશે. આ દરમિયાન કોઇ સ્થળ પર કોઇ જ પ્રતિબંધ નહી હોય. 

3 દિવસનો લોકડાઉન શા માટે?
રાજ્ય સરકારે ત્રણ દિવસ અથવા 55 કલાકનાં લોકડાઉનનાં માટે એવો સમય પસંદ કર્યો છે, જ્યારે ખાસ રીતે સરકારી કામકાજ પ્રભાવિત ન હોય મહિનાનાં બીજા શનિવારે અને રવિવારે સરકારી ઓફીસમાં રજા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે પાંચ વાગ્યા સુધી ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે, ત્યાર બાદ સ્થિતી પુર્વત્ત થઇ જશે. 


Maharashtra ના આ મોટા શહેરમાં ફરી એકવાર Lockdown, જાણો શું ખુલ્લે રહેશે શું બંધ?

લોકડાઉન માટે ગાઇડલાઇન
ઉત્તરપ્રદેશમાં તમામ કાર્યાલય, શહેરી તથા ગ્રામીણ બજાર, ગલ્લા, શાકભાજીની માર્કેટ, કારખાનાઓ બંધ રહેશે. જો કે સ્વાસ્થય, ચિકિત્સકીય સેવાઓ, જરૂરી વસ્તુઓનો પુરવઠ્ઠો પહેલાની જેમ ચાલતી રહેશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ, કોરોના વોરિયર, સ્વચ્છતા કર્મચારીઓ અને ડોર સ્ટેપ ડિલીવરી સાથે જોડાયેલા વ્યક્તિઓનાં આવવા જવા પર કોઇ જ પ્રતિબંધ નહી હોય.


ભારતનાં કડક વલણ બાદ ચીન નમ્યું, રાજદુત બની ગયા મિયાઉ મિંદડી

આ દરમિયાન રેલવેએ આવાગમન પહેલાની જેમ જ રહેશે. ટ્રેનથી આવનારા યાત્રીઓ માટે બસોની વ્યવસ્થા ઉપ્ર પરિવહન નિગમ કરશે. રેલયાત્રીઓના મુવમેન્ટ માટે લાગેલી બો ઉપરાંત પરિવહન નિગમની અન્ય બસોનું પ્રદેશમાં સંચાલન પ્રતિબંધ રહેશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા ચાલુ રહેશે. માલગાડીઓનાં આવાગમન પર પણ કોઇ પ્રતિબંધ નહી હોય. લોકડાઉન દરમિયાન રાષ્ટ્રીય તથા રાજમાર્ગ પર પરિવહન ચાલુ રહેશે. સાથે જ તેના પર રહેલા પેટ્રોલ પંપ અને ઢાબા ખુલ્લા રહેશે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube