Video: રેલીમાં ખાલી ખુર્શીઓની તસવીર ક્લિક કરવા પર કોંગ્રેસ વર્કરોએ પત્રકારને માર માર્યો
તમિલનાડુમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર ફોટો જર્નાલિસ્ટને માર માર્યાનો આરોપ લાગ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર વિરુધુનગરમાં કોંગ્રેસની ચૂંટણી સભા ચાલી રહી હતી.
વિરુધુનગર: તમિલનાડુમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર ફોટો જર્નાલિસ્ટને માર માર્યાનો આરોપ લાગ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર વિરુધુનગરમાં કોંગ્રેસની ચૂંટણી સભા ચાલી રહી હતી. સભામાં મોટાભાગની ખુર્શીઓ ખાલી હતી. ત્યાં પહોંચેલા ફોટો જર્નાલિસ્ટે ખાલી ખુર્શીઓની તસવીર ખેંચવાની શરૂ કરી હતી. આ વાત પર કોંગ્રેસી કાર્યકર્તા નારાજ થઇ ગયા હતા. તેમણે ફોટો જર્નાલિસ્ટને માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કોંગ્રેસ કાર્યકર્તા ફોટો જર્નાલિસ્ટને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યાં છે.
વધુમાં વાંચો: દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો
આ પહેલા વિરુધુનગરની રેલીમાં તમિલનાડુના મુખ્યમંત્રી તેમજ અન્નાદ્રમુકના ટોચના નેતા કે. પલાનીસ્વામીએ ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિન પર તેમના પર અને એનડીએ નેતાઓ પર નિશાન સાધવા તેમના ‘નકારાત્મક અભિયાન’ માટે હુમલો કર્યો અને કહ્યું કે વિપક્ષી દળને સત્તામાં રહી કોઇ કલ્યાણકારી ગતિવિધિ ચલાવી નથી.
વધુમાં વાંચો: મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી
અન્નાદ્રમુક રાજ્યમાં એનડીએની પ્રમુખ ગઠબંધન સહયોગી છે. તેના અન્ય ઘટક દળમાં ભાજપ, ડીએમડીકે, પીએમકે તેમજ અન્ય દળ સામેલ છે. ત્યારે ડીએમકે સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (એસપીએ)નું નેતૃત્વ કરી રહી છે જેના ઘટક દળોમાં કોંગ્રેસ અને વામ દળ સામેલ છે.
CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી
તેમણે પોતાનું આ વલણ પુનરાવર્તિત કર્યું કે, દેશને જરૂરીયાત છે કે, ‘મજબુત અને દ્રઢ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત બીજો કાર્યકાળ મળે.
તેમણે કહ્યું કે, સ્ટાલિન સાર્વજનિક પરિયોજનાઓ વિશે બોલી વોટ માગી રહ્યા નથી પરંતુ મારા પર અને અમારા ગઠબંધનની પાર્ટિઓના નેતાઓ પર માત્ર નિશાન સાધી રહ્યાં છે. એવું એટલા માટે કેમકે, જ્યારે તે સત્તામાં હતા ત્યારે તેમણે કોઇ કલ્યાણકારી ગતિવિધિઓને અમલમાં લાવ્યા ન હતા. ડીએમકે રાજ્યમાં 2006થી 2011ની વચ્ચે સત્તામાં હતી.