ભોપાલ: લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશની 29 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ તરફથી અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને લઇને અટકળો અને અનુમાનનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસની સંભવિત ઉમેદવારોની યાદી ચર્ચાનો વિષય બની છે. આ યાદીમાં મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નામ નથી. જણાવી દઇએ કે, એમપીના સીએમ કમલનાથે દિગ્વિજય સિંહને ચૂંટણી લડવાને લઇને કહ્યું હતું કે, દિગ્વિજય જી એમપીની સૌથી નબળી બેઠક પસંદ કરી લે અને ત્યાંથી ચૂંટણી લડે. ત્યાર બાદ દિગ્વિજય સિંહએ ટ્વિટ કરી કહ્યું કે જ્યાંથી રાહુલ ગાંધીનો આદેશ હશે હું ત્યાંથી ચૂંટણી લડીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: PMના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે વિશેષ પૂજા


તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશમાં લોકસભા ટિકિટ વહેંચણીને લઇને કોંગ્રેસની નવી દિલ્હીમાં બુધવારે 3 દિવસ સુધી બેઠક થવા જઇ રહી છે. તેમાં 8થી 10 બેઠકો પર નામ ફાઇનલ કરી તેમને ગુરૂવારે સીઇસીને મોકલી દેવામાં આવશે. જ્યાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે. તેમાં ગુના-શુવપૂરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રતલામથી કાંતિલાલ ભૂરિયા અને છિંદવાડાથી નકૂલ નાથનું નામ લગભગ નક્કી છે. આ ઉપરાંત ખંડવાથી અરૂણ યાદવ, ધારથી રાજૂખેજી, સાગરથી પ્રભુસિંહના નામની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યમાં પહેલા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે થવાની છે. આ બેઠકોમાં સીધી, શહડોલ, જબલપૂર, મંડલા, બાલાઘાટ, છિંડવાડા બેઠક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હોળી બાદ આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસની તરફથી 25 બેઠકો પર જે ઉમેદવારોની ચર્ચા તાલી રહી છે તેમના નામ નીચે મુજબ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...