રાયબરેલી: લોકસભા ચૂંટણી 2019 માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી યુપીની રાયબરેલી સીટથી ઉમેદવારી નોંધાવવાના છે. કાર્યક્રમ મુજબ સોનિયા ગાંધી તેમના પરિવારના લોકો સાથે કલેક્ટ્રેટ સુધી જશે અને ત્યાં ઉમેદવારી પત્રક ભરશે. આ અગાઉ સોનિયા ગાંધીએ પરિવારના લોકો સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પૂજા કરી. કોંગ્રેસ અધ્યક્ષની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોવા મળ્યાં. તેઓ ત્યારબાદ કલેક્ટ્રેટ સુધીના લગભગ 700 મીટરના રસ્તે રોડ શો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીનો રોડ શો, CM યોગી સહિત અનેક નેતાઓ હાજર


સોનિયા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસના સમર્થકોએ રસ્તામાં પોતાના નેતા ઉપર ફૂલોનો વરસાદ કર્યો. સમગ્ર રોડ શો દરમિયાન સોનિયા ગાંધી ગાડીમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન કરી રહ્યાં હતાં. 


લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો


કાર્યક્રમ મુજબ...


બપોરે 2 વાગે ઉમેદવારી નોંધાવશે


બપોરે 2.30 વાગે મૌલાના અલી મિયા


બપોરે 3 વાગે ભએમઉમાં કોંગ્રેસ વર્કર્સ સાથે મીટિંગ


સાંજે 4 વાગે દિલ્હી માટે પ્રસ્થાન


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...