અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ ભર્યું ઉમેદવારી પત્રક, રોડ શોમાં CM યોગી પણ સાથે હતાં

લોકસભા ચૂંટણી 2019 માટે યુપીની અમેઠી લોકસભા બેઠક માટેના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝૂબીન ઈરાની આજે નોમિનેશન ફાઈલ કરી રહ્યાં છે. ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. 

અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ ભર્યું ઉમેદવારી પત્રક, રોડ શોમાં CM યોગી પણ સાથે હતાં

અમેઠી: લોકસભા ચૂંટણી 2019 માટે યુપીની અમેઠી બેઠક માટે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે રાહુલ ગાંધીએ જે માર્ગ ઉપર રોડ શો યોજ્યો હતોં ત્યાં જ રોડ શો કર્યો. રાહુલ ગાંધીએ 10મી એપ્રિલે સપરિવાર રોડ શો કર્યો હતો. ગૌરીગંજના બૂઢનમાઈ મંદિરથી શરૂ થયેલા આ ચાર કિલોમીટર લાંબા રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. રોડ  શો અગાઉ સ્મૃતિ ઈરાનીએ પતિ ઝૂબીન ઈરાની સાથે પૂજા પણ કરી. 

રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ નગારા વગાડતા કાર્યકરો નાચી રહ્યાં હતાં. મહિલાઓની ભાગીદારી પણ કઈં ઓછી નહતી. કાર્યકર્તાઓ ફૂલ વરસાવી રહ્યાં હતાં. તેમના ગળામાં ભગવા રંગનું કપડું અને માથા પર મેં ભી ચોકીદારની ટોપી હતી. યુવાઓ ભગવા રંગવાળી નારા લખેલી ટીશર્ટ અને જેકેટ પહેરેલા જોવા મળ્યાં હતાં. મોટાભાગની મહિલાઓ ભગવા રંગની સાડીમાં જોવા મળી હતી. આ રોડ શોમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોવા મળ્યા હતાં. 

રોડ શોમાં ઠેર ઠેર પોસ્ટર લાગેલા હતાં જેના પર લખ્યું હતું કે 'અબ કી બાર અમેઠી હમાર' અને 'ફિર એકબાર મોદી સરકાર' આકરા તાપમાં પણ રોડશોમાં મહિલાઓ અને બાળકો ધાબા પર ઊભા રહીને ઈરાની તથા યોગી પર ફૂલ વરસાવી રહ્યાં હતાં. બંને નેતાઓ હાથ હલાવીને લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યાં હતાં. રોડ શોમાં અમેઠીના ધારાસભ્યોની સાથે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ પાસી અને મોતી સિંહ પણ હાજર હતાં. 

જુઓ LIVE TV

 અત્રે જણાવવાનું કે સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણીના મેદાનમાં ટક્કર આપી રહ્યાં છે. રાહુલ ગાંધીએ 10 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. તે વખતે તેમની સાથે સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news