નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો 2014 કરતા પણ ભવ્ય વિજય થશે. ZEE NEWS ના એડિટર સુધીર ચૌધરી સાથેની ખાસ વાતચીતમાં રાજનાથ સિંહે આ વાત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, આર્થિક વિકાસનાં પ્રમાણ અંગે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. રાજનાથે કહ્યું કે, આર્થિક વિકાસ દરની સાથે ભારત સતત આગળ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે

વડાપ્રધાન મોદી પર લોકોનો વિશ્વાસ વધ્યો
રાજનાથસિંહે કહ્યું કે, લોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વધ્યો છે. ગત્ત પાંચ વર્ષના કાર્યકાળમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીએ લોકોની આશાપુર્ણ કરી છે. તેમણે કહ્યું કે હું કહી શકુ છું કે 2014ની તુલનામાં 2019માં મોદી લહેર વધી છે અને યુપીમાં અમને વધારે સીટો મળશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનથી ભાજપને કોઇ જ ખતરો નથી. મહાગઠબંધનન અનનેચરલ એલાયન્સ છે, વિખેરાઇ જશે. ઉત્તરપ્રદેશમાં આ વખતે ચમત્કાર થશે. ભાજપ 74 સીટો જીતશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં જનતા દેશનું માન રાખનારી સરકારને પસંદ કરશે. 


ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રીલે આગામી સુનવણી

ગાંધી પરિવારની ચાર પેઢીઓએ દેશને છળ્યું
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ગાંધી પરિવારની ચાર પેઢીઓએ ગરીબોનાં નામ દેશને છળ્યું છે. તેમમે કહ્યું કે, જેમણે ગરીબોને વધારે અન્યાય કર્યો છે તે ન્યાય શું કરશે. સિંહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કહ્યું કે, તેમના વિશે વિચારવાનો મારી પાસે સમય નથી. 2019ની ચૂંટણી બાદ ભાજપમાં તેમની ભુમિકા અંગે પુછતા સિંહે કહ્યું કે, મારી આગામી ભુમિકા પાર્ટી જ નક્કી કરશે. તેમણે કહ્યું કે, ભાજપમાં નવા નેતાનો સવાલ કાલ્પનીક છે. હું જ્યોતિષી નથી પરંતુ 2014થી વધારે સીટો આવશે. 


ટ્રેનમાં યાત્રીઓને 'હું પણ ચોકીદાર' લખેલા કપમાં ચા મળી, ફોટો વાઇરલ થતા હોબાળો

અડવાણી અને જોશીનું માર્ગદર્શન મેળવતા રહીશું.
સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદી માટે નરેન્દ્ર મોદી ઉપરાંત કોઇ બીજુ નામ નથી. તેમણે કહ્યું કે, 2014માં મારુ નામ કાવત્રા હેઠળ ઉછાળવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે અડવાણી અને મુરલી મનોહર જોશી પર કરાયેલા સવાલ અંગે કહ્યું કે, માર્ગદર્શક મંડળ રિટાયર નથી. માર્ગદર્શન લેતા રહીશું. અડવાણીએ ભાજપના ટોપ નેતૃત્વ સુધી પહોંચાડ્યું. અડવાણી-જોશીના સન્માનમાં કોઇ જ ઘટાડો નથી થયો. 
રાજનાથે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ ન થઇ શક્યું દુખદ છે. અમે સમગ્ર પ્રયાસ કરીશું કે રામ મંદિરનું ઝડપથી નિર્માણ થાય. તેમણે કહ્યું કે, ઘણા મુસ્લિમો પણ ઇચ્છે છે કે રામ મંદિર બને. તેમણે કહ્યું કે, દાઉના મુદ્દે અમે શાંત નથી બેઠા. મસુદ અઝહરની વિરુદ્ધ અનેક દેશો અમારી સાથે છે. 


બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં

એર સ્ટ્રાઇકને જોડવું યોગ્ય નથી
રાજનાથ સિંહે કહ્યું કે, બાલકોટ એર સ્ટ્રાઇકને ચૂંટણી સાથે જોડવું યોગ્ય નથી. પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝીયર પર રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન અને વિપક્ષ બંન્ને શોર્યના પુરાવાઓ માંગે છે. પાકિસ્તાન અને વિપક્ષ દ્વારા પુરાવા માંગવામાં આવે તે દુખદ છે. તેમણે કહ્યું કે, બાલકોટ પર ભરોસાપાત્ર માહિતી મળ્યા બાદ જ હુમલો કરાય હતો. જરૂર પડી તો ફરીથી સીમા પાર સ્ટ્રાઇક કરીશું. તેમણે કહ્યું કે, સૈનિકોનાં શર્ય પર સવાલ ન ઉઠવો જોઇએ. 


ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત

અમે પાકિસ્તાન સાતે પાડોશી ધર્મનું પાલન કર્યું
સિંહે કહ્યું કે, અમે પાકિસ્તાન સાથે પાડોશી ધર્મનું પાલન કરતા આવ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનની સેના પર કોઇ હુમલો નથી કર્યો. અમે માત્ર આતંકવાદી સ્થળ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. તેમણે કહ્યું કે, બાલકોટ પર થયેલી કાર્યવાહીને સમગ્ર વિશ્વએ સમર્થન આપ્યું. આ સાથે જ સમગ્ર દેશમાં સંદેશ ગયો હતો કે ભારત નબળો દેશ નથી. દેશનાં સ્વાભિમાન માટે દરેક જોખમ લેવા માટે તૈયાર છીએ. 


LIVE: પ્રિયંકા ગાંધીનો અયોધ્યામાં રોડ શો, રામલલા મંદિરના મહંતે ગણાવી વોટયાત્રા

રાજનાથ સિંહે કહ્યું કે, લોકોનો વડાપ્રધાન મોદી પરનો વિશ્વાસ વધ્યો છે. ગત્ત પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીએ લોકોની આશાને પુર્ણ કરી છે. તેમણે કહ્યું કે, હું કહી શકું છું કે 2014ની તુલનામાં 2019માં મોદી લહેર વધી છે. યુપીમાં અમને વધારે સીટો મળશે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનથી ભાજપને કોઇ જ ફરજ પડશે નહી. બાલકોટ એર સ્ટ્રાઇકને ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે કે ખોટું છે. 

પાકિસ્તાનને સોંપેલા ડોઝીયર અંગે રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન અને વિપક્ષ દ્વારા પુરાવા માંગવામાં આવે તે દુખદ છે. તેમણે કહ્યું કે, બાલકોટ પર ભરોસાપાત્ર માહિતી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સૈનિકોનાં શોર્ય પર સવાલો ન ઉઠવા જોઇએ.તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનની સાથે પાડોશી ધર્મનું પાલન કરતા આવ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે પાકિસ્તાનની સેના પર કોઇ હુમલો નથી કર્યો. અમે માત્ર આતંકવાદીઓનાં સ્થળો પર સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. તેમણે કહ્યું કે, બાલકોટ પર થયેલી કાર્યવાહીને સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું છે. આ સાથે જ સમગ્ર દેશમાં સંદેશ ગયો કે ભારત નબળો દેશ નથી.